બેંગન લોન્જી (Baingan Lonje recipe in Gujarati)

બેંગન લોન્જી (Baingan Lonje recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં લાલ મરચાં, તજ, લવિંગ અને ઈલાયચી ને શેકી લેવું.
- 2
એક નોન-સ્ટીક પેનમાં 2 ચમચી તેલ ઉમેરી ઝીણા સમારેલા કાંદા આછા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં ખાંડ નાખીને મિક્સ કરી તેને હલકા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળવા. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ મિક્સ કરી બરાબર હલાવીને બે મિનિટ સુધી સાંતળવું. આ મિશ્રણને ઠંડું કરી લેવું.
- 3
શેકેલા આખા મસાલા, કાંદા નું મિશ્રણ, મીઠું અને મરી પાઉડર ને એક મિક્સર જારમાં ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી. રીંગણ ને ધોઈને કોરા કરી વચ્ચેથી લાંબા કાપી લેવા.
- 4
કાપેલા રીંગણ ના ટુકડાઓ પર પેસ્ટ લગાવી લેવી. હવે પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેરીને રીંગણ ને ગોઠવી દેવા. ઢાંકીને પાંચ મિનિટ માટે મીડીયમ તાપે ચડવા દેવું. નીચેથી હલકા બ્રાઉન રંગના થાય એટલે રીંગણને પલટાવી લેવા. ફરીથી ઢાંકીને મસાલો બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી પકાવો.
- 5
બંને બાજુથી રીંગણ સરસ ચડી જાય એટલે એના પર લીંબુનો રસ છાંટીને ગેસ બંધ કરી દેવો.
- 6
બેંગન લોન્જી ને રોટલી સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુડકીયા ભાત (Tudkiya bhath recipe in Gujarati)
તુડકીયા ભાત હિમાચલ પ્રદેશમાં બનાવવામાં આવતી એક ખીચડી નો પ્રકાર છે જે ચોખા અને મસૂરમાં મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આખા મસાલા વાટીને જે પેસ્ટ ઉમેરવામાં આવે છે એના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફૂલ લાગે છે. સુગંધથી ભરપૂર આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે.#નોર્થ#પોસ્ટ4 spicequeen -
શાહી પનીર (Shahi paneer recipe in Gujarati)
શાહી પનીર મુઘલાઈ સ્ટાઈલની પનીર ની ડીશ છે જેમાં પનીરને કાંદા ની ગ્રેવી માં બનાવવામાં આવે છે. આ ગ્રેવીમાં કાજુ, ખસખસ, નાળિયેર અને દહીં ઉમેરવામાં આવે છે. એની સાથે આખા સુકા મસાલા અને લીલા મસાલા પણ ઉમેરાય છે જેના લીધે આ ડીશ ખૂબ જ ફ્લેવરફુલ બને છે. રિચ અને ક્રીમી ગ્રેવી વાળી આ ડિશ સ્વાદમાં માઈલ્ડ હોય છે. આ ડિશ પનીર ના બદલે મિક્સ શાકભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#MW2 spicequeen -
ગુટટી વંકાયા કૂરા (Gutti vankaya koora recipe in Gujarati)
ગુટટી વંકાયા કૂરા એ આંધ્રા સ્ટાઈલની ભરેલા રીંગણ ની રેસીપી છે. કુમળા રીંગણને સીંગદાણા, તલ અને સુકા નાળિયેર સાથે બીજા મસાલા ઉમેરી શેકીને બનાવવામાં આવતા મસાલા થી ભરવામાં આવે છે. મસાલામાં થોડો આમલીનો પલ્પ પણ ઉમેરવામાં આવે છે જેના લીધે થોડો ખાટો સ્વાદ આવે છે. ખાટા સ્વાદને બેલેન્સ કરવા માટે થોડો ગોળ પણ ઉમેરી શકાય. શેકેલા મસાલા ના લીધે આ શાક ને ખુબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે. આ કરી જુવાર કે બાજરાની રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એને પ્લેન રાઈસ સાથે પણ પીરસી શકાય.#સાઉથ#પોસ્ટ8 spicequeen -
રીંગણનો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો એક ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે જે રીંગણ શેકીને બનાવવામાં આવે છે. રીંગણને ચૂલામાં, ગેસ પર અથવા તો ઓવન માં પણ શેકી શકાય. સીધા તાપ પર શેકવામાં આવતા રીંગણ માંથી એક સ્મોકી ફ્લેવર આવે છે જે રીંગણના ઓળા ને અનોખો સ્વાદ આપે છે. રીંગણના ઓળા ને સામાન્ય રીતે બાજરીના રોટલા સાથે પીરસવામાં આવે છે પણ એને રોટલી સાથે પણ પીરસી શકાય. spicequeen -
ભરવા બેંગન મસાલા (Bharwa baingan Masala recipe in Gujarati)
#GA4#Week9#eggplant મેં આજે ભરવા બેંગન મસાલા બનાવ્યું છે જે લોકોને બેંગન પસંદ નથી હોતા તેને પણ આ સબ્જી એકવાર ટ્રાય કરવાથી જરૂરથી ભાવશે. બેંગન માં મસાલા નું સ્ટફિંગ કરીને આ સબ્જી ટોમેટો, ઓનીયન ગ્રેવીમાં બનાવવામાં આવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. આ સબ્જી રોટી, પરાઠા, રાઇસ સાથે પીરસવામાં આવે છે. તો ચાલો આ સબ્જી બનાવીએ. Asmita Rupani -
ચણા મદરા (Chana madra recipe in Gujarati)
ચણા મદરા હિમાચલ પ્રદેશની ખૂબ જ લોકપ્રિય વાનગી છે. કાબુલી ચણાને દહીં ની ગ્રેવીમાં બનાવવામાં આવે છે. આ ગ્રેવી બનાવવા માં કાંદા,લસણ કે ટામેટાનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. આખા મસાલા વાટીને નાખવામાં આવતા હોવાથી ગ્રેવીને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. લાઈટ ફ્લેવર અને દહીંની ક્રીમી ગ્રેવી વાળા ચણા મદરા ને બબરુ સાથે પીરસવામાં આવે છે. બબરુ અડદ દાલ ભરેલી ઘઉં નાં લોટ ની પૂરી હોય છે.#નોર્થ#પોસ્ટ9 spicequeen -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
વેજ કોલ્હાપુરી મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરની વેજીટેબલ કરી છે જે મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ વેજીટેબલ કરી બનાવવા માટે આખા મસાલા ને શેકીને તેનો મસાલો બનાવીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ કરી ખૂબ જ ફ્લેવર ફૂલ અને સ્પાઈસી બને છે. તાજા વાટેલા મસાલા આ કરીને બીજી બધી પંજાબી ગ્રેવી કરતા એકદમ અલગ સ્વાદ અને સુગંધ આપે છે. વેજિટેબલ કોલ્હાપુરી ને રોટી, પરાઠા, નાન અથવા રાઇસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
વેજી બેંગન ભરતાં (Veggie Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaવિન્ટર સીજન મા લીલા શાકભાજી ખુબ સરસ મળે છે , જાત જાત ના શાકભાજી ની રેસીપી બનાવી ને શાકભાજી ઉપયોગ કરવુ જોઈયે ,જો ભટા બેંગન ટામેટા રોસ્ટ કરી ને લીલા લસણ મરચા કોથમીર નાખી ને બનાવીયે તો ખાવાની બહુ મજા આવે છે મે રોસ્ટેડ બેંગન સાથે વેજીટેબલ નાખી ને બેંગનભર્તા બનાયા છે. Saroj Shah -
વાંગી ભાત મસાલા (Vangi bath masala recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટકમાં બનાવવામાં આવતા એક ખૂબ જ ફલેવરફુલ અને સ્વાદિષ્ટ ભાત નો પ્રકાર છે. આ ભાત બનાવવા માટે ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આખા મસાલા અને શેકીને વાટવામાં આવે છે. આ મસાલો ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ જ સુગંધીદાર બને છે. આ મસાલાને એરટાઈટ બોટલમાં ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
મિસલ પાવ (Misal pav recipe in Gujarati)
મિસલ પાવ એ મહારાષ્ટ્રનું ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મિસલ પાવ ફણગાવેલા મઠ અને મગ માંથી બનાવવામાં આવે છે જેમાં તાજા શેકેલા અને વાટેલા મસાલા ઉમેરવાથી એક અલગ જ પ્રકાર નો સ્વાદ અને સુગંધ આવે છે. મિસલ પાવ એકદમ તીખી, તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી છે. મિસલ ને ચવાણું અથવા ચેવડા અને પાવ સાથે પીરસવામાં આવે છે. spicequeen -
વેજ ચેટ્ટીનાદ કરી (Veg chettinad curry recipe in Gujarati)
ચેટ્ટીનાદ એક ખૂબ જ સુગંધિત અને ફ્લેવર ફુલ કરી છે જે તમિલનાડુના ચેટ્ટીનાદ ભોજન શૈલી નો પ્રકાર છે. આખા મસાલાઓ અને નારિયેળને ધીમા તાપે શેકી ને પછી એને વાટીને તેમાંથી તાજો મસાલો બનાવવામાં આવે છે જે આ કરીમાં વાપરવામાં આવે છે. એની સાથે નારિયેળનું દૂધ પણ વાપરવામાં આવે છે જે આ કરીને ખુબ જ ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ બનાવે છે. તાજા મસાલા ની મહેક આ કરીને ખુબ જ સુંદર સ્વાદ આપે છે. સામાન્ય રીતે ચેટ્ટીનાદ કરી ચિકન સાથે બનાવવામાં આવે છે પણ એને મશરૂમ સાથે અને મિક્સ વેજીટેબલ નો ઉપયોગ કરીને પણ બનાવી શકાય. આ કરીને પ્લેન ઢોસા અને રાઈસ સાથે પીરસવામાં આવે છે. પરાઠા સાથે પણ આ કરી ખાવામાં એટલી જ સરસ લાગે છે.#GA4#Week23#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ ખીચડી (Dal Khichdi recipe in Gujarati)
દાલ ખીચડી વઘારેલી ખીચડી જેવી જ એક ખીચડી છે પણ એમાં દાળ-ચોખા, શાકભાજી અને તડકો અલગ અલગ બનાવી ને પછી બધું ભેગું કરવામાં આવે છે. આ અલગ રીતે બનતી ખીચડી સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. ઉપરથી આપવામાં આવતો ઘી અને લસણ નો તડકો એના સ્વાદમાં ખૂબ જ વધારો કરે છે.#સુપરશેફ4#પોસ્ટ1 spicequeen -
ખારી ભાત (Khari bhat recipe in Gujarati)
ખારી ભાત કચ્છમાં બનાવવામાં આવતા એક ભાતનો પ્રકાર છે જેનો મતલબ કચ્છી ભાષામાં તીખો ભાત એવું થાય છે. આ ભાત લગભગ મસાલા ભાત ની રીતે જ બનાવવામાં આવે છે. ટ્રેડિશનલી આ ભાત આખા મસાલા અને ફક્ત કાંદા અને બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પરંતુ એમાં પસંદગી પ્રમાણેના શાકભાજી પણ ઉમેરી શકાય. આ ભાત ઝડપથી બની જાય છે પરંતુ સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. દહીં કે રાયતા, પાપડ અને અથાણા સાથે આ ભાત ખાવાની ખૂબ જ મજા પડે છે. ખારી ભાત એક ફ્લેવરફુલ પરફેક્ટ વન પોટ મીલ ની રેસીપી છે.#KRC#cookpadindia#cookpad_gu spicequeen -
વેજિટેબલ સાગુ (Vegetable sagu recipe in Gujarati)
વેજિટેબલ સાગુ એ કર્ણાટકની મિક્સ વેજીટેબલ કરી છે. આ કરી માં પસંદગી મુજબના કોઈપણ વેજીટેબલ નો ઉપયોગ કરી શકાય. આખા મસાલા અને નારિયેળની પેસ્ટ માંથી બનાવવામાં આવતી આ કરી સ્પાઇસી અને ફ્લેવર ફુલ બને છે. કર્ણાટક માં વેજ સાગુ રવા ઈડલી, ઢોસા, રાઈસ અથવા તો પૂરી સાથે નાસ્તામાં પણ પીરસવામાં આવે છે.#સાઉથ#પોસ્ટ7 spicequeen -
મેથી મટર પનીર (Methi matar paneer recipe in Gujarati)
મેથી મટર પનીર એ સફેદ ગ્રેવી માં બનતી સબ્જી છે જે રોજ બરોજ બનતી પનીર ની સબ્જી કરતા ઘણી અલગ છે. આ સબ્જી દેખાવે જ નહિ પણ સ્વાદ અને ફ્લેવર માં પણ એકદમ અલગ પડે છે જે આપણા ભોજન ને એક રિફ્રેશિંગ ચેન્જ આપે છે. શિયાળા ની ઋતુ માં આ સબ્જી બનાવવામાં આવે તો એને સ્વાદ ખુબ જ વધી જાય છે કેમકે શિયાળા માં મેથી અને વટાણા બંને ખુબ જ તાજા મળતા હોય છે. બનાવવા માં સરળ અને સ્વાદ થી ભરપૂર એવી આ ક્રિમી અને માઈલ્ડ સબ્જી ખાવાની કંઈક અલગ જ મજા છે.#MW4 spicequeen -
પાલક પનીર પુલાવ (Palak Paneer Pulao Recipe In Gujarati)
પાલક પનીર પુલાવ એક વન પોટ મીલ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે. મેં અહીંયા વધેલી પાલક પનીર ની ગ્રેવી નો ઉપયોગ કરીને આ સ્વાદિષ્ટ પુલાવ બનાવ્યો છે. પાલક પનીર ની ગ્રેવી ના બદલે ફ્રેશ પાલકની પ્યુરી બનાવી ને આ ડિશ આસાનીથી તૈયાર કરી શકાય છે. આખા મસાલા, શાકભાજી અને પનીર ડિશને હેલ્ધી અને ફ્લેવર ફૂલ બનાવે છે. આ રેસિપી વધેલા ભાતનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
-
મસાલા ખીચડી અને કઢી (Masala Khichdi Kadhi Recipe In Gujarati)
મસાલા ખીચડી અથવા વઘારેલી ખીચડી એ ગુજરાતની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. આ એક કમ્ફર્ટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મસાલા ખીચડી ને કઢી સાથે ખાવાની અલગ જ મજા છે. મેં અહીંયા મારી કઢીની રેસિપી શેર કરી છે જે ગુજરાતી કઢી કરતા અલગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ ખીચડી ની રેસિપી પણ મારી પોતાની છે જે એકદમ અલગ અને મજેદાર છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
અમૃતસરી છોલે મસાલા (Amritsari chhole masala recipe in Gujarati)
છોલે નું નામ સાંભળતા જ ઘણા ના મોંમાં પાણી આવી જાય છે. છોલે મસાલા કાબુલી ચણા માંથી બનતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે જે બ્રેકફાસ્ટ, લંચ અથવા ડિનર કોઈપણ સમયે ખાઈ શકાય. ઘણીવાર ઘરના છોલે માં બહારના છોલે મસાલા જેવી મજા નથી આવતી. અહીંયા મેં જે રેસિપી શેર કરી છે એ બહારના છોલે મસાલા થી પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.#MW2 spicequeen -
અમૃતસરી છોલે મસાલા (Amritsari Chhole Masala Recipe In Gujarati)
આ રેસીપી મે @mrunalthakkar જી ની રેસિપી ફોલો કરીને કોઈ પણ જાતના ફેરફાર કર્યા વગર બનાવી છે. Hetal Chirag Buch -
પાઉં બટાકા (Paav bataka recipe in Gujarati)
પાઉં બટાકા દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. બાફેલા બટાકાનું લચકેદાર શાક બનાવવામાં આવે છે જે લીલા મસાલા અને ગરમ મસાલાનો ઉપયોગ કરીને બનાવાય છે. આ શાકમાં લીંબુ અને ખાંડ નો ઉપયોગ પણ કરવામાં આવે છે જેથી આ ડિશ ખાટી, મીઠી, તીખી એમ ચટપટી બને છે. બટાકાના શાકને પાઉં અને કાંદા તેમજ તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે. આ એક ચટપટા અને સ્વાદિષ્ટ સ્વીટ ફૂડનો પ્રકાર છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર અંગારા (Paneer angara recipe in Gujarati)
પનીર અંગારા કાંદા અને ટામેટાની ગ્રેવી માંથી બનતી પનીર ની પંજાબી સ્ટાઈલ ની સબ્જી છે જેને સળગતા કોલસા થી સ્મોકી ફ્લેવર આપવામાં આવે છે. સ્મોક ના કારણે આ સબ્જી ની ફ્લેવર અને સ્વાદ અનેક ગણો વધી જાય છે. પનીરની આ સ્પાઈસી સબ્જી નાન, તંદુરી રોટી, પરાઠા કે રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
કરતે હૈ હમ પ્યાર બેંગન ભરતેસે... હમકો ખાના બાર બાર બેંગન ભરતા રે... Ketki Dave -
રીંગણ ના પલેતા (Ringan na paleta recipe in Gujarati)
રીંગણના પલેતા ભરતા ના મોટા રીંગણ માંથી બનાવવામાં આવતા સૂકા શાકનો પ્રકાર છે. ખૂબ જ ઓછી સામગ્રીમાંથી આ શાક ઝડપથી બની જાય છે. રીંગણના પલેતા રોટલી, દાળ અને ભાત સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MBR6#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
મસૂર પુલાવ (Masoor pulav recipe in Gujarati)
મસૂર પુલાવ એક સરળ પુલાવની રેસિપી છે જે ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી જ ઝડપથી બની જાય છે. આ પુલાવમાં મસૂરનો ખુબ જ સરસ સ્વાદ આવે છે. મસૂર પુલાવ ને મિક્સ વેજીટેબલ રાયતા, અથાણાં અને પાપડ સાથે પીરસવો. આ પુલાવ બાળકો ના લંચબોક્સ માટે પણ એક સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી છે.#LB#cookpadindia#cookpad_gu spicequeen -
બ્લેક ચણા કરી (black chana curry recipe in gujarati)
#નોર્થબ્લેક ચણા કરી એ ઉત્તર ભારત ની રેસીપી છે બ્લેક ચણા કરી સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઝડપથી બની પણ જાય છે. Monika Dholakia -
લીલી હળદર નું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
લીલી હળદરનું શાક એ ખૂબ જ સ્વાદિષ્ટ શાક છે જે ઘરમાં બનાવવામાં આવે છે. આશા ખાસ કરીને શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે જ્યારે હળદર માર્કેટમાં સરળતાથી મળી રહે છે અને ખૂબ જ તાજી હોય છે. શિયાળા દરમિયાન બનાવવામાં આવતી આ એક ખૂબ જ હેલ્ધી રેસિપી છે જે બાજરીના રોટલા ઘી અને ગોળ સાથે પીરસવામાં આવે છે.#cookpadindia#cookpad_gu#spicequeen spicequeen -
કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ છે જે ફક્ત જે ઘરમાં મળી રહેતા સામાનમાંથી જ આપણે બનાવી શકીએ છીએ આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું આશા છે કે તમને બધાનેગમશે Desai Arti -
સુરતી લોચો (Surti locho recipe in Gujarati)
સુરતી લોચો સુરત નો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય નાસ્તા નો પ્રકાર છે. સુરતી લોચો વાટી દાળના ખમણ જેવો હોય છે પરંતુ એને બનાવવાની રીત અલગ છે જેના લીધે એ સ્વાદમાં અને ટેક્ષચર માં અલગ લાગે છે. આ એક સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ વાનગી છે જે નાસ્તામાં લીલી ચટણી અને મરચા સાથે પીરસવા માં આવે છે. એકદમ પોચો અને મોઢામાં ઓગળી જાય તેવો આ સુરતી લોચો ખમણ જેને પ્રિય હોય એવા લોકો માટે એક ખૂબ જ સારો અલગ પ્રકાર નો નાસ્તો છે.#WK5#cookpadindia#cookpad_gu spicequeen -
મોદુર પુલાવ (Modur pulav recipe in Gujarati)
મોદુર પુલાવ કાશ્મીરમાં બનાવવામાં આવતાં પુલાવ નો પ્રકાર છે જેમાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે છે. આ પુલાવમાં ખાંડ, દૂધ અને કેસર પણ ઉમેરવામાં આવે છે. ખાંડનું પ્રમાણ વધારે નહીં હોવાથી આ પુલાવ ને જમવાની સાથે જ પીરસવામાં આવે છે. મોદુર પુલાવ ને કોઈપણ પ્રકારની વેજિટેરિયન કે નોન વેજિટેરિયન કરી સાથે સર્વ કરી શકાય. મોદુર પુલાવ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોર્થ#પોસ્ટ2 spicequeen
More Recipes
ટિપ્પણીઓ (3)