વેજ સીખ કબાબ કરી(કાંદા અને લસણ વગર)

Safiya khan
Safiya khan @cook_12364620
Vapi

#goldenapron
#post20
#શાક/કરી/સીખ કબાબ સામન્ય રીતે નોનવેજ માંથી બને છે, પણ અહીં બનાવેલ કબાબ માં બધા શાક નો ઉપયોગ કરી કબાબ બનાવ્યાં છે, ગ્રેવી માટે ટામેટા, કાજુ, સીંગ અને નારિયેળ નો ઉપયોગ કર્યો છે, એટલે જે લોકો કાંદા, લસણ ના ખાતા હોય તેમને પણ ગમે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જમણ છે.

વેજ સીખ કબાબ કરી(કાંદા અને લસણ વગર)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

#goldenapron
#post20
#શાક/કરી/સીખ કબાબ સામન્ય રીતે નોનવેજ માંથી બને છે, પણ અહીં બનાવેલ કબાબ માં બધા શાક નો ઉપયોગ કરી કબાબ બનાવ્યાં છે, ગ્રેવી માટે ટામેટા, કાજુ, સીંગ અને નારિયેળ નો ઉપયોગ કર્યો છે, એટલે જે લોકો કાંદા, લસણ ના ખાતા હોય તેમને પણ ગમે. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જમણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સર્વિંગ્સ
  1. કબાબ બનાવવા
  2. બટાકા 4 નાના
  3. 3 મોટી ચમચીકોબી છીણેલું
  4. 3 મોટી ચમચીફૂલેવર છીણેલું
  5. 1ગાજર
  6. 1કેપ્સીકમ
  7. 1બીટ
  8. 50 ગ્રામપનીર
  9. 5લીલા મરચા
  10. 1 નાની ચમચીધાણા પાવડર
  11. 4 મોટી ચમચીચણાનો લોટ
  12. કાજુ 7-8 નંગ
  13. સૂકી દરાખ 6-7 નંગ
  14. 1 નાની ચમચીજીરુ પાવડર
  15. 1/4 નાની ચમચીગરમ મસાલો
  16. 1/4 નાની ચમચીચાટ મસાલો
  17. મીઠું જરૂર મુજબ
  18. તેલ 2 મોટી ચમચી અને શેલો ફ્રાય માટે
  19. ગ્રેવી માટે
  20. તાજું નારિયેળ 1/4 કટકા કરી લેવું
  21. 3 મોટી ચમચીસીંગદાણા
  22. કાજુ 6-8 નંગ
  23. 1ટામેટા
  24. 1 નાની ચમચીલાલ મરચાની ભૂકી
  25. 1/2 નાની ચમચીધાણા પાવડર
  26. 1/2 નાની ચમચીજીરુ પાવડર
  27. 1/8 નાની ચમચીગરમ મસાલો
  28. 1 મોટી ચમચીકોર્નફ્લોર
  29. 3 મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ગાજર, કેપ્સીકમ, કોબી અને ફૂલેવર ને છીણી લો.

  2. 2

    બધુ ધોઈને સાથે ભેગુ કરો.

  3. 3

    પેન મા 2 મોટી ચમચી તેલ ગરમ કરી ચણાનો લોટ સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.

  4. 4

    છીણેલા શાકભાજી નાખી મિક્સ કરો.પાણી સુકાય અને મિશ્રણ એકસાથે ભેગુ દેખાવા લાગે તો ગેસ બંદ કરો અને એક પ્લેટ મા કાઢી ઠંડ઼ુ પડવા દો.

  5. 5

    બટાકા ને બાફી લઇ છાલ કાઢી ઠંડું કરી છીણી લો.

  6. 6

    લીલા મરચા ઝીણા સમારી,કાજુ પણ સમારી બટાટા મા નાખી દો.

  7. 7

    છીણેલું બીટ ઉમેરો.

  8. 8

    સૂકી દરાખ સમારી,પનીર પણ છીણી ને ઉમેરો.

  9. 9

    બધાં મસાલા મિક્સ કરો.

  10. 10

    બધુ મિશ્રણ બરાબર મિક્સ કરી લો,તેમાં ચણા ના લોટ સાથે શેકેલી શાકભાજી,બધાં મસાલા અને મીઠુ નાખી મિક્સ કરો.

  11. 11

    મિશ્રણ માંથી લંબગોળ આકારના કબાબ બનાવી લો, લંબગોળ સીખ કબાબ નાં આકાર જેવા.તૈયાર કબાબ ને ફ્રીઝર મા 1 કલાક મુકી રાખો.

  12. 12

    ગ્રેવી માટે સીંગદાણા ને નોનસ્ટિક પેન મા ઘીમાં તાપે સુગંધ આવે ત્યાં સુધી કોરા શેકી લો. ઠંડુ થાય તો છોતરા અલગ કરી સાફ કરી લો.

  13. 13

    એક કડાઈ મા ૩ મોટી ચમચી તેલ ગરમ કરી નારિયેળ ને આછા કથ્થઈ રંગ નાં તળી લો. એક પ્લેટ મા કાઢી લો.તેલ એમજ રહેવા દો, ફરી ગ્રેવી માટે આ તેલ જ લઈશું.

  14. 14

    મિક્સરમાં તળેલા નારિયેળ,શેકેલા સિંગ,કાજુ અને ટામેટા નાખો.

  15. 15

    થોડુ પાણી નાખી ઝીણું વાટી લો.

  16. 16

    એજ કડાઈમાં(જેમાં નારિયેળ તળેલા છે) વાટેલું પેસ્ટ નાખો અને સતત ચલાવતા રહી પક્વૉ.

  17. 17

    મીઠુ,લાલ મરચું,ગરમ મસાલો, ધાણા,જીરું નાખો.1/4 કપ પાણી નાખી ઢાંકી દો. મિશ્રણ ઘટ્ટ થાય અને આજુબાજુ થી તેલ છોડે તો ગેસ બંદ કરો.

  18. 18

    ફ્રીઝરમાથી કબાબ કાઢી લો, સ્હેજ કોનફલોર લગાવો.

  19. 19

    નોનસ્ટિક પેનમા તેલ ગરમ કરી એક વારમા70 4 કબાબ મુકી બધી બાજુઓથી ફેરવી ફેરવી શેલોફ્રાય કરી લો. બધાં કબાબ આ રીતે તળી લો.

  20. 20

    તળેલા કબાબ કિચન પેપર પર કાઢી લો.પીરસવા માટે એક પ્લેટ મા કબાબ મૂકો તેનાં પર તૈયાર ગ્રેવી રેડી ગરમ ગરમ પીરસો.

  21. 21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Safiya khan
Safiya khan @cook_12364620
પર
Vapi
I m science graduate, started loving cooking at 19 .. like to cook food from whatever is in my kitchen.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes