પાવભાજી એન્ડ પુલાવ (pav bhaji and pulav recipe in gujarati)

Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
અમદાવાદ

મારી દીકરી ના ફેવરીટ

પાવભાજી એન્ડ પુલાવ (pav bhaji and pulav recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

મારી દીકરી ના ફેવરીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪-૫
  1. ૨૦૦ ગ્રામ કોબીજ
  2. 200 ગ્રામલીલા રીંગણા
  3. ૧.૫૦ ગ્રામ વટાણા
  4. ૨૦૦ ગ્રામ બટાકા
  5. 200 ગ્રામટામેટા
  6. 100 ગ્રામ કોથમીર
  7. 1ગાજર
  8. વઘાર માટે તેલ.અને.ધી
  9. ૧ ચમચીજીરુ
  10. 1 ચમચીવાટેલું લસણ
  11. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીધાણાજીરૂ
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. 100 ગ્રામડુંગળી ઝીણી સુધારેલી
  16. 1 tspલીંબુ
  17. 1 વાટકીબાસમતી રાઈસ
  18. 2કેપ્સિકમ
  19. ૧ ચમચીકાજુ ગાર્નિશ કરવા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ભાજી માટે સૌપ્રથમ કોબીજ. રીંગણા ટામેટા બટેકા જીણા જીણા સુધારો. વટાણા ઉમેરી અને કુકરમાં પાંચ થી છ સીટી મારી બાફી લો.

  2. 2

    શાક બફાઈ જાય એટલે તેમાંથી બધું જ પાણી અલગ કાઢી લેવું. અને શાકને એકદમ ઝીણુ મેષ કરો. પાણીને અલગ રહેવા દેવાનું

  3. 3

    આ બાફેલી ભાજી માં મીઠું ગરમ મસાલો લીંબુ.વાટેલું લસણ ધાણાજીરું.બધું જ કાચું નાખવાનું.. ટેસ્ટ કરી જોવુ.

  4. 4

    એક કડાઈમાં તેલ મૂકવુ. તેલ નોર્મલ ગરમ થાય એટલે તેમાં લાલ મરચું નાખો મરચું ચઢે એટલે તેમાં બાફેલી ભાજી માંથી કાઢેલું પાણી નાખો.

  5. 5

    આ રસાને ખુબ ઊકળવા દેવુ તેમાં કોથમીર નાંખવી પછી બાફેલી મસાલો કરેલી ભાજી એડ કરવી

  6. 6

    તેને થોડીવાર ખદખદવા દેવી. ભાજી રેડી છે

  7. 7

    પુલાવ માટે ચોખાને બે-ત્રણ પાણીથી ધોઈ નાખવા. બટેકુ ગાજર કેપ્સીકમ ઝીણું સુધારી લેવું

  8. 8

    કુકરમાં તેલ અને ઘી બંને મિક્સ કરી ગરમ મુકવા તેમાં સૌપ્રથમ જીરું. એક તમાલપત્ર ત્રણથી ચાર લવિંગ સૂકું લાલ મરચું. એક ટુકડો તજ. ૩ થી ૪ નંગ મરી.નાખો પછી તેમાં ગાજર કેપ્સીકમ વટાણા અને બટેકુ વધારવુ. થોડીવાર ચડે પછી તેમાં મીઠું ગરમ મસાલો અને કાશ્મીરી લાલ મરચું ઉમેરો. તેમાં 1-1/2 કપ પાણી નાખી ઉકળવા દેવું. પાણી ઉકળે એટલે એમા ધોયેલા ચોખા નાખો અને ઉકળવા દો. કુકર બંધ કરી ૨ સીટી મારી લો. કૂકર ઠંડું થાય એટલે તાવેડા થી પુલાવ છૂટો કરી દેવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Gohel
Jayshree Gohel @Foodis_24744731
પર
અમદાવાદ
રસોઈ કરવો એ મારો શોખ છે અને જ્યારે તમે શોખથી કોઈ પણ વસ્તુ કરો તો એમાં સ્વાદ અને અનેરો આનંદ આવે છે.
વધુ વાંચો

Similar Recipes