કોબીજ કોફતા પુલાવ(Cabbage Kofta pulav Recipe in Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

વિવિધ પ્રકારના ચોખાની વાનગીનો સ્વાદ જ અલગ હોય છે. તેમાં પણ બાસમતી ચોખાનો કોફતા પુલાવ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
#GA4
#week14

કોબીજ કોફતા પુલાવ(Cabbage Kofta pulav Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

વિવિધ પ્રકારના ચોખાની વાનગીનો સ્વાદ જ અલગ હોય છે. તેમાં પણ બાસમતી ચોખાનો કોફતા પુલાવ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
#GA4
#week14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૨૦૦ ગ્રામ - બાસમતી ચોખા
  2. ૨પ૦ ગ્રામ - ચોખાનો લોટ
  3. ૫૦૦ ગ્રામ - કોબીજ
  4. ૧૫૦ ગ્રામ - કેપ્સિકમ
  5. ૧૫૦ ગ્રામ - ગાજર
  6. ૧૦૦ ગ્રામ - ડુંગળી
  7. ૩ ચમચી- આદું છીણેલું
  8. ૨ ચમચી- ગરમ મસાલો
  9. ૨ ચમચી- મરચું
  10. મીઠું સ્વાદાનુસાર
  11. તેલ
  12. પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ચોખાને ધોઈને ૧ કલાક પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ ચોખામાં મીઠું નાખીને થોડા કડક રહે તે રીતે રાંધીને નિતારી લેવા.

  2. 2

    કોબીજને ખમણી તેમાં આદું, મીઠું, મરચું અને ગરમ મસાલો મિક્સ કરવો. ત્યારબાદ ચોખાનો લોટ ઉમેરો. પાણી નાખવું નહીં. હવે મિશ્રણને બરાબર મિક્સ કરીને ગરમ તેલમાં કોફતા તળી લેવા.

  3. 3

    કેપ્સિકમ,ગાજર, કોબીજ અને ડુંગળીને સમારી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીને સાંતળવી પછી કેપ્સિકમ, ગાજર અને કોબીજને સાંતળવા. તેમાં મીઠું, મરચું અને ગરમ મસાલો નાખીને બરાબર હલાવવું.

  4. 4

    હવે મિશ્રણમાં ભાતને મિક્સ કરીને હલાવવા. ત્યારબાદ તેમાં કોફતા ઉમેરી ગેસ બંધ કરી દેવો. ગરમ કોબીજ કોફતા પુલાવને સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

Similar Recipes