બટાકા ની ચિપ્સ (bataka chips recipe in gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#સુપરશેફ(ગુરુવાર)
#ફટાફટ
#પોસ્ટ2
પ્રસ્તુત છે ક્રિસ્પી બટાકા ની ચિપ્સ જેને ને બટાકા ની સૂકી ભાજી પણ કહેવાય છે. તે ગુજરાતીયો નું લોકપ્રિય શાક છે. ખાસ કરી ને મુસાફરી વખતે તો ગુજરાતીઓ આ શાક અવશ્ય સાથે રાખતા હોઈ છે જે લમ્બો સમય બગડતું પણ નથી । બનાવવા માં પણ ખૂબ જ સરળ અને ઝડપી હોવાથી એકદમ હાથવગું છે ખાસ કરી ને બેચલર્સ માટે અને જેમને રસોઇ કરતા આવડતું ના હોઈ. શીતળા સાતમ માં પણ આ શાક અવશ્ય બનાવવા માં આવે છે. લીમડા ના વઘાર થી તેનો સ્વાદ ખુબ જ નિખરી ઊઠે છે। તેને રોટલી, પૂરી, ભાખરી કે થેપલા સાથે ખવાય છે।

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3મોટા બટાકા ની કાતરી
  2. 6-8મીઠા લીમડા ના પાન
  3. 1 ચમચીલસણ ની પેસ્ટ
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1 ચમચીજીણું સમારેલું લીલું મરચું
  6. ચપટીહિંગ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1 ટીસ્પૂનહલ્દી
  9. 1 ટેબલસ્પૂનલાલ મરચું
  10. 2 ટેબલસ્પૂનધાણા જીરું પાઉડર
  11. 1 ટીસ્પૂનરાઈ
  12. 1 ટેબલસ્પૂનસફેદ તલ
  13. 1 ટેબલસ્પૂનકોથમીર ગાર્નિશિંગ માટે
  14. 1 ટેબલસ્પૂનશેકેલા શીંગ દાણાં ગાર્નિશિંગ માટે
  15. 3 ટેબલસ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બટાકા ની કાતરી ને 2-3 પાણી થી ધોઈ નિતારી લો.

  2. 2

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઈ ફોડી હિંગ અને લીમડો નાખો।

  3. 3

    ત્યારબાદ તેમાં આદુ, મરચાં, લસણ ની પેસ્ટ નાખી સાંતળો।

  4. 4

    હવે તેમાં હલ્દી, લાલ મરચું, મીઠું અને બટાકા ની કાતરી નાખી મિક્સ કરી 1-2 મિનિટ થવા દો અને પછી ઢાંકણ ઢાંકી બટાકા 80% જેટલા ચડવા દો. હવે તેમાં સફેદ તલ અને ધાણા જીરું નાખી બટાકા ને ખુલ્લા જ ખરા થવા દો.

  5. 5

    તૈયાર છે ક્રિસ્પી બટાકા ની ચિપ્સ !!! કોથમીર અને શેકેલા શીંગ દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes