બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે.

બટાકા નું રસાવાળું શાક (Bataka Rasavalu Shak Recipe In Gujarati)

#AM3 લગ્ન પ્રસંગે બને તેવું બટાકા નું છાલ સહિત રસાવાળું શાક જે પૂરી સાથે સરસ લાગે છે ગરમી માં શાકભાજી ના ખુબ પ્રશ્ન થાય ત્યારે આ શાક બેસ્ટ ઓપ્શન બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2મોટા બટાકા
  2. 4 ચમચીતેલ
  3. 4 નંગલવિંગ
  4. 8 નંગમરી
  5. 1તમાલપત્ર
  6. મીઠા લીમડા ના પાન
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીકસમીરી લાલ મરચું
  9. 1/2 ચમચી હળદર
  10. 2 ચમચીધાણાજીરું પાઉડર
  11. 1 ચમચીમીઠું
  12. 1 ચમચીગરમ મસાલો
  13. 2 ચમચીગોળ
  14. 2લીંબુ નો રસ
  15. કોથમીર
  16. 1 ચમચીરાઈ
  17. ટુકડોતજ નો

રાંધવાની સૂચનાઓ

20મિનિટ
  1. 1

    બધા મસાલા મેળવી લો. બટાકા ધોઈને છાલ સહિત સમારી લો.

  2. 2

    કડાઈ માં તેલ લઈ રાઈ, લવિંગ, તમાલપત્ર, મરી, તજ નો ટુકડો એડ કરી લીમડા ના પાન, હળદર લાલ મરચું પાઉડર, કાશ્મીરી મરચું પાઉડર નાખી બટાકા એડ કરો. દોઢ ગ્લાસ પાણી ઉમેરો. મીઠું તેમજ ધાણાજીરું પાઉડર ઉમેરી ધીમે તાપે શાક થવા દો.

  3. 3

    બટાકા કુક થાય પછી ગોળ, લીંબુ નો રસ (આંબલી નો પલ્પ પણ ચાલે)ગરમ મસાલો એડ કરી ગેસ બન્દ કરો. કોથમીર થી ગાર્નિશ કરો.

  4. 4

    પૂરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર
બોરસદ

Similar Recipes