નૂડલ્સ(noodles recipe in gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#ફટાફટ
મે ફટાફટ વાનગી માં સેઝવાન નુડલ્સ બનાવ્યા છે. જે જડપી બની પણ જાય છે અને બાળકો ના ફેવરિટ લીસ્ટ માં હોઈ છે. આ નૂડલ્સ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બનતા જરા પણ વાર નથી લાગતી.

નૂડલ્સ(noodles recipe in gujarati)

#ફટાફટ
મે ફટાફટ વાનગી માં સેઝવાન નુડલ્સ બનાવ્યા છે. જે જડપી બની પણ જાય છે અને બાળકો ના ફેવરિટ લીસ્ટ માં હોઈ છે. આ નૂડલ્સ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બનતા જરા પણ વાર નથી લાગતી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ૧પેકેટ નૂડલ્સ
  2. ૨નંગ ડુંગળી
  3. ૧નંગ કેપ્સીકમ
  4. ૧નાનું ગાજર
  5. ૧/૨ કપઝીણી સમારેલી કોબી
  6. ૧ચમચી આદુ લસણ ની પેસ્ટ
  7. ૨ચમચી સોયા સોસ
  8. ચમચીરેડ ચીલી સોસ
  9. ૧ચમચી ગ્રીન ચીલી સોસ
  10. ૧પેકેટ સેઝવાનચટણી
  11. ૩ચમચી તેલ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ટોમેટો સોસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નુડલ્સ બાફી લો. તે તમારા સમય મુજબ વેહલા પણ બાફી શકાય.તેને બાફવા માટે એક તપેલી માં પાણી ગરમ મૂકો તેમાં ૧/૨ ચમચી તેલ નાખી ઉકળવા દો. ત્યારબાદ તેમાં નૂડલ્સ નાખી એક ઉભરો આવે એટલે નુડલ્સ ને કાણાં વાળા વાસણ મા નાખી ઠરવા દો.

  2. 2

    ત્યારબાદ બધા શાક ભાજી ને લાંબી ચીર માં સુધારી લૉ અથવા ખમણી લો.આદુ લસણ મરચાની પેસ્ટ બનાવી લો.ત્યારબાદ એક ચાઈનીઝ કડાઈ મા તેલ ગરમ મૂકો.

  3. 3

    તેલ થઈ જાય એટલે તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ એડ કરી દો ત્યારબાદ ડુંગળી એડ કરો.જરા હલાવી ગાજર કોબી અને કેપ્સીકમ એડ કરી દો.ત્યારબાદ તેમાં બાફેલા નૂડલ્સ એડ કરી દો.

  4. 4

    ત્યારબાદ તેમાં બધા સોસ અને સેઝવાન ચટણી અને મીઠું નાખી એકદમ મસ્ત મિક્સ કરી લો.અને કડાઈ ઉછાળી ને મિક્સ કરો.

  5. 5

    આ બધુ સરસ મિક્સ થઈ જાય એટલે ત્યાર છે સેઝવાન નૂડલ્સ.આ નુડલ્સ બાળકો ને સાંજે નાસ્તા માં પણ બનાવી શકાય.અને રાત્રે પણ બનાવી શકાય. આ બાળકો ના ફેવરિટ નૂડલ્સ ને સ્માંઈલી બાઉલ માં ટોમેટો સોસ થી ગાર્નિશ કરી સર્વ કરો.એટલે બાળકો ખુશ થઈ જશે.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes