જૈન પૌંઆ (Jain Poha Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

સવાર ના નાસ્તામાં ખૂબ જ જલ્દી થી આ ડિશ બની જાય છે.મારા દીકરાને આ ડિશ બનાવતા આવડે છે એટલે એ હંમેશાં મારી સાથે આ ડિશ બનાવવા તૈયાર હોય છે.

#ફટાફટ

જૈન પૌંઆ (Jain Poha Recipe In Gujarati)

સવાર ના નાસ્તામાં ખૂબ જ જલ્દી થી આ ડિશ બની જાય છે.મારા દીકરાને આ ડિશ બનાવતા આવડે છે એટલે એ હંમેશાં મારી સાથે આ ડિશ બનાવવા તૈયાર હોય છે.

#ફટાફટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧-૧/૨ કપ જાડા પૌંઆ
  2. ૧/૮ કપ કાચી શિંગ
  3. ૧ નંગ મોટું ઝીણું સમારેલું ટામેટું
  4. ૧ નંગ લીલું મરચું
  5. ૩-૪ ચમચી ખાંડ
  6. ૧ ચમચી લીંબુ નો રસ
  7. ૧/૨ ટી સ્પૂનહળદર
  8. ૨ ટી સ્પૂનલાલ મરચાનો પાઉડર
  9. ૧ ટી સ્પૂનધાણજીરુ
  10. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  11. સ્વાદાનુસારમીઠું
  12. ૨-૩ ટી સ્પૂન તેલ
  13. ૧ ચમચીરાઈ
  14. ૧/૨ ટી સ્પૂનજીરું
  15. ૧/૨ ટી સ્પૂનહિંગ
  16. ૫ નંગ મીઠો લીમડો
  17. જરૂર મુજબ ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જાડા પૌંઆ ને ચાળી ને પલાડી દેવા.

  2. 2

    હવે એક પેન મા તેલ મૂકી તેમાં શિંગ તળી લો.ત્યારબાદ તેમાં રાઈ,જીરા,હિંગ,લીમડો થી વઘાર કરો.

  3. 3

    ત્યારબાદ તેમાં ટામેટાં અને લીલા મરચાં નાખીને બરાબર હલાવો.પછી તેમાં બધા મસાલા નાખો.પછી ખાંડ અને લીંબુ નો રસ ઉમેરો

  4. 4

    બધું બરાબર મિક્સ થઇ જાય એટલે પલાળેલા પૌંઆ મિક્સ કરી હલાવો.તો તૈયાર છે સ્વાદિષ્ટ ડિશ.પૌંઆ ને ઝીણી સેવ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes