રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)

Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75

હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.
રાજમા એ પંજાબ ની special recipe છે.

રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)

હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.
રાજમા એ પંજાબ ની special recipe છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 100 ગ્રામ રાજમા
  2. 1 નંગડુંગળી ની પેસ્ટ
  3. 1 નંગટામેટા ની પેસ્ટ
  4. 1 નંગલીલું મરચું
  5. 2લસણની કળી
  6. 1ઈંચ આદુનો ટુકડો
  7. તેલ વઘાર માટે
  8. 1 ચમચીરાજમા મસાલો
  9. રોજિંદા મસાલા
  10. 1/2 ચમચીહળદર
  11. 1 ચમચીલાલ મરચું
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1/2 ચમચી ધાણાજીરું
  14. 1/4 ચમચી હિંગ
  15. જીરું
  16. 1/2 ચમચી મલાઈ
  17. કોથમીર સર્વ કરવા માટે
  18. 1/2 ચમચી કસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    રાજમાને એક રાત પલાળી રાખવા અને સવારે તેને ધોઈને બાફી લેવા

  2. 2

    બાફેલા રાજમા નું પાણી કાઢવું નહીં. તે પાણીને રાજમાં જ રહેવા દેવું.

  3. 3

    એક કઢાઇમાં વઘાર માટે તેલ મૂકો. તેમાં જીરું નાખો, જીરું તતડે એટલે તેમાં ચપટી હિંગ નાખો, હવે તેમાં ડુંગળી લસણ આદુ અને મરચાની તૈયાર કરેલી પેસ્ટ નાખો, આ બધું બરાબર સાંતળવા દો.

  4. 4

    આપે સાંતળાઈ જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી એડ કરું, હવે ટામેટાની પ્યુરી તેલ છૂટે ત્યાં સુધી બરાબર શેકાવા દો, હવે તેમાં 1/2 ચમચી મલાઈ, કસૂરી મેથી, એક ચમચી રાજ મા નો મસાલો, અને રૂટિન મસાલા જેમ કે હળદર મીઠું મરચું ધાણાજીરૂ બધુ એડ કરો.

  5. 5

    મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો.

  6. 6

    ગ્રેવી અને મસાલા બરોબર સંતળાઈ જાય એટલે તેમાં બે ચમચી જેટલું પાણી નાખી ફરીથી બરાબર હલાવી લેવું.

  7. 7

    પાણી નાખવાથી તૈયાર કરેલી ગ્રેવી ખુબ જ સરસ લંપી તૈયાર થાય છે

  8. 8

    હવે આ બધું શેકાઈ ગયું છે તો તેમાં બાફેલા રાજમાં પાણીની સાથે જ એડ કરવા.

  9. 9

    હવે રાજ મને ખૂબ જ સરસ રીતે ઉકળવા દો. 10 થી 15 મિનિટ પછી ગેસ બંધ કરી અને કોથમીર નાખી સર્વ કરો.

  10. 10

    આ રાજમાં ને તમે ભાત,રોટલી,પરોઠા કુલચા કે નાન વગેરે સાથે સર્વ કરી શકો છો.

  11. 11

    થેન્ક્યુ cookpad😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavana Radheshyam sharma
Bhavana Radheshyam sharma @BhavanaRsharma75
પર
Happiness is Homemade 😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes