લસણીયા બટેટા(Lasaniya batata recipe in Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#GA4
#WEEK24

કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ લસણીયા બટેટા. ઉપરથી થોડું ખમણેલું ચીઝ...ચીઝ જોઈને જ છોકરાઓ ગમે તેવું તીખું શાક હોય તો પણ ફટાફટ ખાઈ લે.😀

લસણીયા બટેટા(Lasaniya batata recipe in Gujarati)

#GA4
#WEEK24

કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ લસણીયા બટેટા. ઉપરથી થોડું ખમણેલું ચીઝ...ચીઝ જોઈને જ છોકરાઓ ગમે તેવું તીખું શાક હોય તો પણ ફટાફટ ખાઈ લે.😀

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
  1. ૬-૭ નાના બટેટા
  2. 1/2ચમચી ચાટ મસાલો
  3. 1/2ચમચી ધાણાજીરૂ
  4. ૧/૪ ચમચીહળદર
  5. ગ્રેવી માટે:
  6. ૮-૧૦ લસણની કળી
  7. 1ટમેટુ
  8. 1/2ચમચી હળદર
  9. 2 ચમચીલાલ મરચું પાઉડર
  10. વઘાર માટે:
  11. 1ચમચો તેલ
  12. 1/2ચમચી જીરૂ/૧ સૂકું લાલ મરચું
  13. ચપટીહીંગ
  14. 1ડુંગળી
  15. 2 ચમચીધાણાજીરૂ
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. ૧/૨ ચમચીહળદર
  18. 2 ચમચીઘરના દૂધની મલાઈ અથવામોળું દહીં
  19. ગાર્નિશ માટે થોડો ખમણેલું ચીઝ અને લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક ગ્લાસ કુકરમાં પાણી અને બટેટામાં 1/2ચમચી મીઠું એડ કરી બાફી લો.

  2. 2

    હવે એક ચમચી તેલ ગરમ મૂકી ચાટ મસાલો અને ધાણાજીરું એડ કરી બટેટા એડ કરો. હવે મસાલાવાળા બટેટાને એક ડિશમાં કાઢી લો

  3. 3

    ગ્રેવી બનાવવા માટે: મિક્સર જારમાં લસણ,ટમેટું તેમાં બે ચમચી મરચાનો પાઉડર એડ કરી ગ્રેવી બનાવી લો.

  4. 4

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, સૂકું લાલ મરચું અને હિંગનો વઘાર કરો ્ તેમાં ડુંગળી સાંતળો.ડુંગળી સંતળાઈ જાય એટલે‌ તેમા લસણ અને ટામેટાને બનાવેલી ગ્રેવી એડ કરો. ધાણાજીરુ અને સ્વાદ અનુસાર મીઠું એડ કરો. (મીઠું બટેટા બાફવામાં પણ એડ કરેલું છે એટલે પ્રમાણમાં એડ કરવાનું.) હવે તેમાં મલાઈ અથવા મોળું દહીં એડ કરો.

  5. 5

    હવે તેમાં મસાલા વાળા બટેટા એડ કરો. અડધો કપ પાણી એડ કરી ઢાંકીને બે ત્રણ મિનિટ થવા દો. તૈયાર છે લસણીયા બટેટા. તેમાં ચીઝ અને લીલા ધાણા એડ કરી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ (10)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Mast Chatakedaar...may pan aaje j banavya...👌👌😍😍

Similar Recipes