લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungla recipe in Gujarati)

Nisha
Nisha @nisha_sangani

લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungla recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 300 ગ્રામબટેટા
  2. 25-30લસણની કળી
  3. 1 ટેબલ સ્પૂનમીઠું
  4. 2 ટેબલ સ્પૂનલાલ મરચું
  5. ચપટીહિંગ
  6. 1 ટેબલસ્પૂનલસણીયા બટેટા નો મસાલો
  7. 2 ટેબલ સ્પૂનતેલ વઘાર માટે
  8. 250 ગ્રામભૂંગળા
  9. 2 ચમચીપાણી
  10. અડધું લીંબુ
  11. કોથમરી
  12. ભુંગળા તળવામાટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા લઈ તેને કૂકરમાં પાણી નાખી બાફી લેવા પછી તેના નાના પીસ કરી લેવા

  2. 2

    લસણની કળીઓ ફોલી તેને મિક્સરમાં નાખવી તેમાં મીઠું લાલ મરચું અને બે ચમચી પાણી નાખી તેની પેસ્ટ તૈયાર કરવી

  3. 3

    હવે એક લોયામાં બે ચમચી તેલ મૂકી તેલ થાય પછી તેમાં હીંગનો વઘાર કરવો ત્યાર પછી તેમાં સમારેલા બટાકા નાખવા લસણની તૈયાર કરેલી પેસ્ટ અને લસણીયા બટેટા નો મસાલો નાખી મિક્સ કરો

  4. 4

    બધું બરાબર મિક્સ કરી હલાવવું પછી તેમાં લીંબૂ અને કોથમરી નાખવાં તૈયાર છે લસણીયા બટેટા

  5. 5

    એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેલ થાય એટલે તેમાં ભુંગળા તળી લેવા

  6. 6

    તૈયાર છે લસણીયા બટેટા ભૂંગળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha
Nisha @nisha_sangani
પર

Similar Recipes