રશિયન સલાડ

Avani Parmar
Avani Parmar @cook_23168717

#સાઈડ
આ સલાડ ને તમે સાઇડ ડીશ તરીકે લઇ શકો છો.નાની નાની ભુખ માટે પણ આ સલાડ ને લઇ શકાય છે મને તો ક્યારેક કઈ ખાવાની ઇચ્છા ન હોઇ ત્યારે આ સલાડ બનાવું છું પણ આ વખતે 2 અલગ ફ્લેવર નાં બનાવ્યાં છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રશિયન સલાડ

#સાઈડ
આ સલાડ ને તમે સાઇડ ડીશ તરીકે લઇ શકો છો.નાની નાની ભુખ માટે પણ આ સલાડ ને લઇ શકાય છે મને તો ક્યારેક કઈ ખાવાની ઇચ્છા ન હોઇ ત્યારે આ સલાડ બનાવું છું પણ આ વખતે 2 અલગ ફ્લેવર નાં બનાવ્યાં છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 કપમેક્રોની
  2. 1 કપદહીં
  3. 2ચમચા મેયૉનીઝ
  4. 1 કપટામેટુ
  5. 1 કપકેપ્સીકમ
  6. 1 કપપાઈનેપલ
  7. 1 કપકાંદા
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 1 ચમચીખાંડ
  10. પિંક સલાડ માટે
  11. 3 ચમચીબીટ છીણેલું
  12. 2 ચમચીમેયૉનીઝ
  13. ગ્રીન સલાડ માટે
  14. 2 ચમચીકોથમીર ફૂદિના ની ચટણી
  15. 2 ચમચીમેયૉનીઝ

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    મેક્રોની ને બાફી ને ઓસાવિ લો.

  2. 2

    હવે એક બોલ માં દહીં, મેયૉનીઝ,ખાંડ,મીઠું એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં ટામેટાં,કાંદા,કેપ્સીકમ,પાઈનેપલ એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    છેલ્લે તેમાં મેક્રોની એડ કરી મિક્સ કરી લો.

  4. 4

    હવે પિંક સલાડ માટે એક બોલ માં બીટ નું છીણ અને મેયૉનીઝ લઇ તેને મિક્સ કરી લો.હવે તેમાં 1 નાનાં કપ જેટલું મેક્રોની વાળું સલાડ એડ કરી મિક્સ કરી લો.

  5. 5

    ગ્રીન સલાડ માટે એક બોલ માં મેયૉનીઝ અને ગ્રીન ચટણી એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં 1 નાનાં કપ જેટલું મેક્રોની વાળું સલાડ એડ કરી મિક્સ કરી લો.

  6. 6

    રેડી છે રશિયન સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ (26)

Similar Recipes