મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#cookpadindia#cookpadgujrati
#GA4
#week1
મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છે
મગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે.

મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)

#cookpadindia#cookpadgujrati
#GA4
#week1
મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છે
મગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. સ્ટફિંગ માટે
  2. 200 ગ્રામમગ ની મોગર દાળ
  3. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  4. 3-4 નંગલીલા મરચા ક્રશ કરેલા
  5. 1નાનો ટુકડો આદુ ક્રશ કરેલું
  6. 2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  7. 1/2 ચમચીજીરૂ
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચીલાલ મરચા પાઉડર
  10. 1/2 ચમચીધાણજીરૂ
  11. 1/2 ચમચીગરમ મસાલો
  12. 2 ચમચીલીંબુનો રસ
  13. નમક જરૂર મુજબ
  14. 2 ચમચીતેલ
  15. પરોઠા માટે
  16. 400 ગ્રામઘઉંનો લોટ
  17. 1/4 કપતેલ
  18. નમક જરૂર મુજબ
  19. પાણી જરૂર મુજબ
  20. તેલ અથવા ઘી પરાઠા શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પહેલા એક બાઉલ મા ઘઉં નો લોટ મા તેલ અને નમક ઉમેરી પરોઠા નો લોટ બાંધી લો.આ લોટ ને 20 મિનિટ rest aapo.

  2. 2

    મગની દાળને હળદર અને નમક નાખીને 80 ટકા સુધી બફાઈ એવી બાફી લો આપણે એકદમ ગળેલી દાળ નથી બાફવાની તેથી આપણે તેને કુકર મા નહિ હાંડી માં છુટ્ટી જ બાફિસુ.દાળ બફાઈ જાય એટલે તેને કાણાં વાળી છાબડી માં નિતારી લો.

  3. 3

    એક નોનસ્ટિક પેનમાં તેલ મૂકો તેમાં તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી દો.જીરું તતડે એટલે તેમાં ક્રશ કરેલા આદુ મરચા ઉમેરો હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી ડુંગળી ને ગુલાબી થવા દો pchhi તેમાં બધા સુકા મસાલા ઉમેરી દો બે મિનિટ pchhi બાફેલી મગ ની દાળ ઉમેરો હવે તેમાં જરૂર મુજબ નમક અને લીંબુનો રસ મિક્સ કરી આ મિશ્રણને ઠંડું પડવા દો પછી તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી હલાવો.

  4. 4

    હવે એક લોટ નો લુવો લઈ તેને થોડું વણી તેમાં મગ ની દાળ નું stuffing ભરો અને વણી લો.ગરમ લોઢી પર થોડું તેલ મૂકો અને પરોઠા ને બંને બાજુ શેકી લો તૈયાર છે મુંગ દાલ પરોઠા.

  5. 5

    તૈયાર પરોઠા ને બટર મૂકી,સ્વીટ દહીં અને ટામેટાં ના સોસ જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર
Ahmedabad

Similar Recipes