પોટેટો સ્ટફડ પૂરી (Potato Stuffed Puri Recipe In Gujarati)

Nisha Paun
Nisha Paun @cook_26041043

પોટેટો સ્ટફડ પૂરી (Potato Stuffed Puri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩-૪ વ્યક્તિ માટે
  1. ૧ વાટકીઘઉં નો લોટ
  2. ૨ ટેબલ સ્પૂનમેંદો
  3. ૧ ટેબલ સ્પૂનસોજી
  4. ૨ નંગ બાફેલા મીડીયમ બટાકા
  5. ૨ ટેબલ સ્પૂનછીણેલું ગાજર
  6. ૩ ટેબલ સ્પૂનબાફેલા લીલા વટાણા
  7. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ મરચા
  8. ૧ નંગ ઝીણો સમારેલો કાંદો
  9. ૧ ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  10. સ્વાદ અનુસારમીઠું
  11. ૧ ટેબલ સ્પૂનગરમ મસાલો
  12. જરૂર મુજબ મોણ તથા તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ઘઉંના લોટ, મેંદો તથા સોજી ભેગા કરી તેમાં મીઠું તથા ૨ ટેબલ ચમચી તેલ નાખી પુરીની કઠણ કણક બાંધવી. અને તેને 15 મિનિટ ઢાંકીને રાખવું.

  2. 2

    બાફેલા બટાકાને છોલીને તેનો માવો કરવો. લીલા વટાણાને પણ બાફીને તેને ક્રશ કરવા. ગાજર ઝીણું ખમણ. આદુ મરચાં વાટવા. એક પેનમાં તેલ લઈને તેમાં હિંગ નાખો તેમજ તેમાં કાંદા નાખવા. કાંદા સોનેરી રંગના થાય ત્યારબાદ તેમાં ગાજર ઉમેરવું.ત્યારબાદ તેમાં બટાકાનો માવો ક્રશ કરેલા વટાણા નો માવો તેમજ આદુ મરચાં નાખવાં.

  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું. તેમજ સ્વાદ અનુસાર ગરમ મસાલો ભભરાવો અને હલાવો વ્યવસ્થિત હલાવી જાય ત્યારબાદ ગેસ ઉપરથી ઉતારી લેવું અને ઉપર કોથમીર ભભરાવો.

  4. 4

    પુરીના લોટને મસળીને લૂઆ બનાવવા દરેક લૂઆને અડધો વણી લેવો. ત્યારબાદ તેમાં સ્ટફિંગ ભરવું તેમજ કચોરી બનાવી ને સાચવીને તેને વણી લેવી અને તેની પૂરીઓ તૈયાર કરવી.આ બધી પૂરી આ પ્રમાણે તૈયાર કરી તળવા માટે તેલ ગરમ મૂકવું તેમજ પૂરીને આછી ગુલાબી તળી લેવી. તેમજ પ્લેટમાં કાઢી લેવી આ પૂરીને દહીં,ગ્રીન ચટણી,સોસ,ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરી શકાય.તો તૈયાર છે પોટેટો સ્ટફડ પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Paun
Nisha Paun @cook_26041043
પર

Similar Recipes