મગની દાળના વડા (Magdal wada recipe in Gujarati)

દાળવડા ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. દાળવડા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. અલગ અલગ જગ્યાએ દાળવડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે જેમકે મિક્સ દાળ, ચણાની દાળ અથવા તો મગની દાળમાંથી બનાવવામાં આવે છે.
મેં અહીંયા ફોતરાવાળી મગની દાળમાંથી દાળ વડા બનાવ્યા છે જેમાં ખાલી મીઠું, હીંગ, લસણ અને લીલું મરચું નાખવામાં આવ્યું છે તો પણ આ દાળવડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દાળવડા ને કાંદા અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે.
#trend
મગની દાળના વડા (Magdal wada recipe in Gujarati)
દાળવડા ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. દાળવડા નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. અલગ અલગ જગ્યાએ દાળવડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે જેમકે મિક્સ દાળ, ચણાની દાળ અથવા તો મગની દાળમાંથી બનાવવામાં આવે છે.
મેં અહીંયા ફોતરાવાળી મગની દાળમાંથી દાળ વડા બનાવ્યા છે જેમાં ખાલી મીઠું, હીંગ, લસણ અને લીલું મરચું નાખવામાં આવ્યું છે તો પણ આ દાળવડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દાળવડા ને કાંદા અને તળેલા મરચા સાથે પીરસવામાં આવે છે.
#trend
રાંધવાની સૂચનાઓ
- 1
ફોતરાવાળી મગની દાળને ધોઈને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખવી.
- 2
પલાળેલી દાળ માંથી પાણી નિતારી લઈને એમાંથી 1/2દાળને એક મિક્સર જારમાં મીઠું, 2 મરચાં, લસણ અને હીંગ સાથે વાટી લેવી. વાટતી વખતે બિલકુલ પાણી ઉમેરવાનું નથી. 1/2દાળ આખી રહેવા દેવી. વાટેલી દાળ અને આખી દાળ નું પ્રમાણ પસંદગી મુજબ વધારે ઓછું રાખી શકાય પણ આ પ્રમાણ 1/2 1/2 રાખવાથી દાળવડા એકદમ ક્રિસ્પી અને ક્રંચી બને છે.
- 3
હવે વાટેલી દાળમાં આખી દાળ અને 2 લીલા મરચાં ના ટુકડા ઉમેરી બરાબર હલાવી લેવું. મીઠું ચાખી લેવું, જરૂર પ્રમાણે ઉમેરવું. હવે આ મિશ્રણમાં ઈનો ઉમેરી બરાબર હલાવી લેવું. ઈનો ઉમેરવો optional છે પણ ઈનો ઉમેરવાથી દાળવડા એકદમ હલકા અને સરસ બને છે.
- 4
તેલ ગરમ થાય એટલે એમાં હાથ થી દાળવડાં પાડી ને એને મીડીયમ થી હાઈ હિટ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા. આ રીતે બધા દાળ વડા તૈયાર કરી લેવા.
- 5
ગરમાગરમ દાળવડા ને કાંદા અને તળેલા લીલા મરચા સાથે પીરસવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ ની દાળ નાં દાળવડા (Moong dal vada recipe in Gujarati)
દાળવડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે જેની મજા ચોમાસાની ઋતુ દરમિયાન લેવામાં આવે છે. દાળ વડા અલગ અલગ રીતે બનાવવામાં આવે છે જેમકે મીક્સ દાળનો ઉપયોગ કરીને કે ફક્ત ચણાની દાળનો અથવા તો મગની દાળનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય. મેં અહીંયા છોડાવાળી મગની દાળનો ઉપયોગ કરીને દાળવડા બનાવ્યા છે જેમાં ખૂબ જ ઓછા મસાલા ઉમેરવામાં આવે છે પરંતુ આ દાળવડા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. દાળવડા ને તળેલા મરચા અને કાંદા સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
મગની દાળ ના દાળવડા (Moong Dal Dalvada Recipe In Gujarati)
#MRC(ફોતરાવાળી મગની દાળ ના ) Iime Amit Trivedi -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
મિક્સ દાળ વડા (mix dal vada recipe in Gujarati)
#trendદાળવડા અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેમાં ફોતળાવાળી મગની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ મેં અહીં મીક્સ દાળનો ઉપયોગ કરેલો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તો છે જ સાથે-સાથે પ્રોટીન થી ભરપૂર પણ છે. Hetal Vithlani -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
દાળવડા બહુ ફેમસ રેસિપી છે. દાળને પલાળીને ગ્રાઈંડ કરીને બનાવવામાં આવે છે. અલગ અલગ દાળના મિશ્રણ લઇ શકાય છે. મેં અહીં ચણાની દાળ અને મગની દાળ નું મિશ્રણ લીધું છે. Jyoti Joshi -
મગની દાળના ઢોકળા
#goldenapron#post-22રેગ્યુલર બેસન ઢોકળા ખાઇને થાકી ગયા હોય તો આ રીતે બનાવો મગની દાળના ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે સાથે હેલ્ધી પણ છે. Bhumi Premlani -
પનીર ચિલ્લા (Paneer chilla Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_gujaratiમગની ફોતરાવાળી દાળ માંથી બનાવેલા પનીર ચિલ્લા પોષ્ટિક હોવાથી નાના બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. પનીરમાંથી આપણને કેલ્શિયમ મળે છે અને દાળમાંથી પ્રોટીન મળે છે. ઘણી બધી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ અહીં મે મગની દાળ , અડદની દાળ અને ચણા નો લોટ એડ કરીને ચિલ્લા બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી નાસ્તા નો બેસ્ટ ઑપ્શન છે. Parul Patel -
અમદાવાદના ફેમસ દાળવડા(amdavad Na famous Dalvada in Gujarati)
#સ્નેક્સફક્ત મગની છોતરાવાળી દાળ થી બનતા અમદાવાદના ફેમસ દાળવડા ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને ગરમા ગરમ દાળવડા સાથે તળેલા મરચાં અને ડુંગળી ખુબજ સરસ લાગે છે Kalpana Parmar -
મગની દાળના વડા (split green moong vada recipe in Gujarati)
#સુપરશેફ4 વરસાદમાં ગરમ ગરમ વડા ખાવાની મજા આવે. દાળમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે. Sonal Suva -
મગની ફોતરા વાળી દાળના દાળ વડા
#Cooksnap challenge મેં આ રેસીપી આપણા આપણા કુક પેડના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે Rita Gajjar -
-
ફોતરા વાળી મગની દાળના દાળવડા
#MDCમધર્સ ડે ચેલેન્જમાય રેસીપી ઈબુક#RB5વીક 5પોસ્ટ :6આ વડા મારા બા મગની દાળ ઘરે બનાવતા ત્યારે જે દાળની કણકી (દાળ ચાળી લીધા બાદ વધેલ ભૂકો ) વડે તેમાંથી બનાવતા ,મેં દાળ લીધી છે ,આ વડા ખુબ જ પૌષ્ટિક બને કેમ કે મગની દાળમાં મગના નેય્યા(સફેદ લીટી ) માં ભરપૂર વિટામિન્સ હોય છે ,રૂટિન મસાલા ઉમેરીને જ આવડા બનાવાય છે ,અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગેછે Juliben Dave -
મગની દાળના ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
આ એક ઇનોવેટિવ અને unique dish છે જેમાં મગની દાળનો ઉપયોગ કરેલ છે.. 🤗 *સ્વાદમા ટેસ્ટી બનાવવામાં easy*🤗 Kajal Ankur Dholakia -
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
પનીર ચીલ્લા (Paneer Chila Recipe in Gujarati)
#GA4#Week22આ પનીર ચીલ્લા મગની દાળમાંથી બનાવવામાં આવેલ છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે Neha Suthar -
પનીર ચીલા જૈન (Paneer Chila Jain Recipe In Gujarati)
#GA4#Week22#Chila#cookpadgujarati ચીલા અલગ અલગ ઘણી બધી જાત ના બનાવવામાં આવે છે. કોઈ પણ જાતના ચીલા બનાવીએ તેમાં દાળ નો ઉપયોગ તો કરવામાં જ આવે છે મગની દાળ, મગની ફોતરાવાળી દાળ, ચણાની દાળ વગેરે માંથી ચીલા બનાવી શકાય. મેં આજે પનીરના સ્ટફિંગ વાળા પનીર ચીલા બનાવ્યા છે. Asmita Rupani -
દાલવડા (Dalvada recipe in gujarati)
#RC4green color recipe#cookpadindia#cookpadgujaratiઆજે મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને દાળ વડા બનાવ્યા છે જે ખૂબ જ સરસ બન્યા છે. તમે પણ આ રેસિપી જરૂર છે ટ્રાય કરજો. Unnati Desai -
પનીર ચિલ્લા
આ પનીર ચિલ્લા મગની દાળમાંથી બનાવવામાં આવેલ છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે#સ્ટાર્ટ Neha Suthar -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendઅને મગની દાળના દાળવડા બનાવવાની પણ મારા સાસુ ને પદ્ધતિથી બનાવ્યા છે ધોળા ટીનો વગર ઊંચા બહુ સરસ ઇન્સ્ટન્ટ બની ગયા છે Khushboo Vora -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
-
પાલક-મગની દાળનું શાક (spinach splits ગ્રામ curry recipe in Gujarati)
#સુપરશેફ૧#માઇઇબુક#પોસ્ટ પાલકની ભાજીમાં આયર્ન પુષ્કળ પ્રમાણમાં હોય છે. મગની ફોતરાવાળી દાળ પ્રોટીન અને ફાઈબર્સથી ભરપૂર હોય છે. બનેંનુ મિશ્રણ કરી એક સીમ્પલ શાક બનાવ્યું છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બંને છે. Sonal Suva -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe in Gujarati)
#GA4#week22આ મગની દાળના ચીલા મારા પરિવારને ખૂબ જ ભાવે છે ખાસ કરીને મારા બાળકોને ખુબ જ પસંદ છે જે પૌષ્ટિક પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની પણ જાય છે. Komal Batavia -
મગની દાળના ઢોકળા(dal dhokala recipe in Gujarati)
#cookpadindia#cookpadgujમગની દાળ એ ખૂબ પૌષ્ટિક છે. પાચનમાં પણ સરળ છે. ઢોકળા માં વૈવિધ્યતા ગમે છે. Neeru Thakkar -
દાળ ના વડા(Dal vada recipe in Gujarati)
#trend#Week1 હાઇ પ્રોટીન આહાર માં 4 દાળ નો સમાવેશ કરવામાં આવે છે બધાં ના ઘરે રોજ સ્વાદિષ્ટ અને પોષક અલગ અલગ દાળ બનાવવામાં આવે છે જે પ્રોટીનથી સમૃદ્ધ છે. આ પ્રોટીનથી ભરપૂર મિશ્રત દાળ ના મેં આજે *દાળવડા* બનાવ્યા છે આ દાળ વડા મિશ્રિત ચાર પ્રકારની દાળથી બનાવવામાં આવે છે. Sonal Shah -
ફોતરાવાળી દાળ ની ખીચડી (Fotravali Dal Khichdi Recipe In Gujarati)
આજે કંઈક હળવુ ખાવાની ઈચ્છા થઈ તો મેં આ મગની ફોતરાવાળી દાળ ની ખીચડી બનાવી#cookpadindia#cookpadgujarati#dal recipe Amita Soni -
દાળવડા(dalvada recipe in gujarati)
#નોર્થ #પોસ્ટ ૩સૌથી ટેસ્ટી એવી કેટલીક ગુજરાતી વાનગીઓના નામ લખવાના હોય તો તેમાં દાળવડા તો આવે જ. ચાલો દાળવડા બનાવવાની વિધિ જોઈ લો. DhaRmi ZaLa -
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
દેશી મગની દાળના બોલ્સ
#સુપરસેફ4#week4મગની દાળ ના બોલ્સ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બન્યા છે આ વાનગી એકવાર જરૂર થી બનાવો... Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ (7)