રાઈસ પુડલા (Rice Pudla Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#trend1
#Week1
#cookpadindia
આ પુડલા નાસ્તા માં પણ બનાવી શકાય અને રાત્રે જમવા માં પણ બનાવી શકાય.આ ફટાફટ બની જતા હોવાથી બાળકો ને ઈચ્છા થાય ત્યારે બની જતો હેલ્ધી નાસ્તો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રાઈસ પુડલા (Rice Pudla Recipe In Gujarati)

#trend1
#Week1
#cookpadindia
આ પુડલા નાસ્તા માં પણ બનાવી શકાય અને રાત્રે જમવા માં પણ બનાવી શકાય.આ ફટાફટ બની જતા હોવાથી બાળકો ને ઈચ્છા થાય ત્યારે બની જતો હેલ્ધી નાસ્તો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૩-૪ વ્યક્તિ
  1. ૨ કપબેસન
  2. ૧ કપરાંધેલો ભાત
  3. ૧/૨ કપદહીં
  4. ૧/૨કેપ્સીકમ
  5. ડુંગળી
  6. ૪-૫ કળી લસણ
  7. ૧/૨ કપસમારેલી કોથમીર
  8. ૧/૨ ચમચીમરચું પાઉડર
  9. ૧/૨ ચમચીહળદર
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ચપટીહિંગ
  13. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૨-૩કલાક પેહલા ભાત બનાવી લેવા અથવા બપોરના વધેલા ભાત નો પણ ઉપયોગ કરી શકાય.

  2. 2

    ત્યારબાદ પુડલા બનાવતા પેહલા ૧કલાક ભાત માં દહીં નાખી રાખી મુકો. ત્યારબાદ બેસન ને ચાળી લો.અને બંને મિક્સ કરી દો.

  3. 3

    ત્યારબાદ બધું જીનું સુધારી લો.અને તેને પણ બેસન અને ભાત સાથે મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરી દો.અને બરાબર મિક્સ કરી પાણી એડ કરી બેટર ત્યાર કરી લો.

  4. 4

    ત્યારબાદ એક તવી ગરમ કરવા મૂકો તેમાં તેલ લગાવી આ બેટર વડે પુડલા ને ચમચા અથવા જાડા પૂઠા વડે પાથરી દો.ત્યારબાદ તેને ઉલટાવી બંને સાઇડ પિંક બ્રાઉન શેકી લૉ.બંને સાઇડ તેલ લગાવી ને ઉલટાવી દેવાનું એટલે આસાની થી ફરી જશે.

  5. 5

    આ મસ્ત મજાના ભાત માંથી બનાવેલા રાઈસ પુડલા ખુબજ ટેસ્ટી લાગે છે.આ વેસ્ટ માંથી બેસ્ટ નાસ્તો બની જાય છે.કેમકે ક્યારેક ભાત વધ્યા હોઈ તો પણ આ રીતે સરસ ઉપયોગ થઈ જાય છે.આ રાઈસ પુડલા ચા સાથે કે પછી ગ્રીન ચટણી લસણ ની ચટણી ગમે તેની સાથે મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

Similar Recipes