ચીઝ મસાલા પુડલા (Cheese Masala Pudla Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#trend1
#week1
નાનાં બાળકો ને પુડલા ઓછા ભાવતાં હોય પણ જો તેમાં થોડું વેરીયશન કરીને ઢોસા ની જેમ ચીઝ મસાલા પુડલા બનાવી દેશો તો તેને ખુબ જ ભાવશે આને એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી બનાવજો આ પુડલા 😋

ચીઝ મસાલા પુડલા (Cheese Masala Pudla Recipe In Gujarati)

#trend1
#week1
નાનાં બાળકો ને પુડલા ઓછા ભાવતાં હોય પણ જો તેમાં થોડું વેરીયશન કરીને ઢોસા ની જેમ ચીઝ મસાલા પુડલા બનાવી દેશો તો તેને ખુબ જ ભાવશે આને એકદમ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી બનાવજો આ પુડલા 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ વાટકીચણાનો લોટ
  2. ૧/૨ ચમચીહળદર
  3. ૧/૨ ચમચીઅજમા
  4. ૧/૪ ચમચીહિંગ
  5. જરૂર મુજબ મીઠું
  6. જરૂર મુજબ પાણી
  7. ૧/૨ વાટકીતેલ
  8. મસાલો બનાવવા માટે
  9. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  10. ૧/૨ ચમચીચાટ મસાલો
  11. ૧/૨ ચમચીસંચળ
  12. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  13. ૧ વાટકીસમારેલી ડુંગળી
  14. ૧ વાટકીસમારેલા ટામેટા
  15. ૧/૪ વાટકીસમારેલા કેપ્સીકમ
  16. ૧ વાટકીચીઝ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં અજમા હિંગ હળદર નમક ઉમેરીને તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને સ્લરી તૈયાર કરી લો

  2. 2

    પછી તેમાં ૧ ચમચી જેટલું તેલ ઉમેરી ને બેટરને ૧૫ મિનિટ સુધી રહેવા દો

  3. 3

    હવે એક વાટકીમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર ચાટ મસાલો આમચૂર પાઉડર અને સંચળ નાખીને મસાલો તૈયાર કરી લો અને ડુંગળી ટામેટાં અને કેપ્સિકમ સમારેલી લો

  4. 4

    હવે એક નોનસ્ટિક પેનમાં કે લોઢી લઈ તેમાં સહેજ તેલથી ગ્રીસ કરી ને પછી એક વાટકી કે ડોયા ની મદદથી આ બેટર ને પાથરીને પુડલા બનાવો

  5. 5

    હવે પછી તેની કિનારી પર સહેજ તેલ નાખીને પછી પુડલા ઉપર તૈયાર કરેલો મસાલો છાંટો

  6. 6

    હવે પછી તેની ઉપર સમારેલા ટામેટા ડુંગળી અને કેપ્સિકમ પાથરો પછી તેની ઉપર ચીઝ ખમણી લો અને પકાવો પછી પાકી જાય એટલે ગેસ બંધ કરીને ને ગરમા-ગરમ પુડલા ફુદીનાની ચટણી અને કેચઅપ સાથે પીરસો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીઝ મસાલા પુડલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes