રાઈસ - ઓનીયન મલ્ટી ગ્રેન બફ વડા (Rice Onion Multigrain Buff Vada Recipe In gujarati)

Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
Jamnagar

#Trend
#WEEK2
#Mycookpadrecipe 10
#bafvada ( Week 2 one of the topic)
આ વાનગી મે YouTube માંથી પ્રેરણા લઈ બનાવી છે, થોડું વેરિએશન મારું હોય પણ મુખ્ય સ્ત્રોત કે પ્રેરણા તો YouTube એ સત્ય.

રાઈસ - ઓનીયન મલ્ટી ગ્રેન બફ વડા (Rice Onion Multigrain Buff Vada Recipe In gujarati)

#Trend
#WEEK2
#Mycookpadrecipe 10
#bafvada ( Week 2 one of the topic)
આ વાનગી મે YouTube માંથી પ્રેરણા લઈ બનાવી છે, થોડું વેરિએશન મારું હોય પણ મુખ્ય સ્ત્રોત કે પ્રેરણા તો YouTube એ સત્ય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. ૧ વાટકો રાંધેલા ભાત
  2. ૪ નંગઝીણી સમારેલી ડુંગળી
  3. ૧/૨મકાઈ બાફેલી
  4. ૩ નંગઝીણા સમારેલા મરચાં
  5. ૧ ચમચીઆદુ ની પેસ્ટ
  6. ૧ ચમચા ઘઉં નો ઝીણો લોટ,
  7. ૧ ચમચો ઘઉં નો જાડો લોટ,
  8. ૧ ચમચા ચણા નો લોટ,
  9. ૧/૨ ચમચીરવો
  10. ૧ વાટકીછાશ
  11. ૧ ચમચીહળદર
  12. ૧ ચમચીહિંગ
  13. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  14. ૧ ચમચીમરચું પાઉડર
  15. ૧ ચમચીમિક્સ ચીલી ફ્લેક્સ
  16. ૧ ચમચીઓરેગાનો
  17. ૧ ચપટીમરી પાઉડર (જરૂર લાગે તો)
  18. જરૂર મુજબ ખાંડ
  19. સ્વાદાનુસાર મીઠું
  20. જરૂર મુજબ પાણી
  21. જરૂર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ભાત ને રાંધી ને ઠંડા કરી રાખવા, અથવા રસોઈ માં ભાત જો વધ્યા હોય તો આ વડા ઇન્સ્ટન્ટ બની જાય છે જો કોઈ મહેમાન આવી જાય તો ગરમ સર્વ કરી શકાય.

  2. 2

    એક બાઉલ માં ભાત, ડુંગળી, મકાઈ, મરચા, આદુ પેસ્ટ, થોડો રવો એમાં મિક્સ કરવો.

  3. 3

    બાઉલ ના મિશ્રણ માં બધા મસાલા જેવા કે હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર, હિંગ, ખાંડ, મીઠું, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો આ બધું મિક્સ કરવું.

  4. 4

    આને વાળવા થોડી છાશ નાખવી. સાવ બે ત્રણ ચમચી જેટલી. એ પણ જરૂર પડે તો, ભાત અને રવો છે એટલે મિક્સ થઈ જાય.

  5. 5

    હવે એ મિશ્રણ માંથી મધ્યમ આકાર ના ચપટા વડા વાળો, એટલે કે એ મિશ્રણ ના ગોળા વાળી હળવે હાથે હથેળી માં દાબી દયો જેથી થેપલી જેવો આકાર આવે. ખાલી આકાર આવે એટલું જ દબાવવું. જાડું રાખવું.

  6. 6

    એક બાઉલ મા ઘઉં નો જાડો અને ઝીણો લોટ, ચણા નો લોટ, રવો ભેગા કરવા.

  7. 7

    લોટ મા પણ હળદર, મરચું પાઉડર, હિંગ, ધાણાજીરૂ પાઉડર, મીઠું બધું ભેગુ કરવું.

  8. 8

    હવે એ મિક્સ લોટ મા છાશ થી બેટર બનાવવું. આ મિશ્રણ જાડું રાખવું. એટલે તેલ ઓછું પીવે અને ક્રિસ્પી પડ થાય અને ફૂલે પણ ખરા એ માટે.

  9. 9

    એક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકવું.

  10. 10

    તેલ ગરમ થાય એટલે ભાત વાળી થેપલી ને આ મિશ્રણ માં બોળી ને ભજીયા ની જેમ ગરમ ઉતારવા, અથવા એક બે વસ્તુ બાદ કરી ભાત વાળા મિશ્રણ માં જ બધા લોટ ભેગા કરી મસાલો કરી એને વડા જેવું રાખી એને જ સીધું તળવું, તો વચ્ચે ની પ્રોસેસ નો સમય બચી જશે અને ભજીયા ની જેમ ક્રિસ્પી વડા ચા, ચટણી, મસાલા દહીં, સોસ સાથે સર્વ કરી શકાશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Buch
Hemaxi Buch @cook_26237290
પર
Jamnagar

Similar Recipes