ઓળો અને રોટલા

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#ટ્રેડિશનલ

ઓળો અને રોટલા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાર વ્યક્તિ
  1. ઓળો બનાવવા માટેની વસ્તુ
  2. 1મોટો રીંગણું
  3. જરૂર મુજબ લીલુ લસણ અને સુકુ લસણ
  4. 1ટમેટુ
  5. 2સુકી ડુંગળી અને જરૂર મુજબ લીલી ડુંગળી
  6. જરૂર મુજબ મીઠું ખાંડ અને લીંબુ
  7. આદુ મરચાની પેસ્ટ
  8. જરૂર મુજબ કોથમીર
  9. જરૂર મુજબ તેલ
  10. રોટલા બનાવવા માટે
  11. 4રોટલા થાય એટલો બાજરાનો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક મોટું રિંગણ લેવું તેને ગેસ અથવા ચૂલા પર શેકી લેવું

  2. 2

    રીંગણ શેકાય ત્યાં સુધીમાં આપણે લીલા કાંદા અને સૂકા કાંદા સમારી લઈશું

  3. 3

    ત્યારબાદ આદુ મરચાં અને લસણ ની પેસ્ટ કરી લઈશું

  4. 4

    હવે રીંગણ ની છાલ ઉતારી રીંગણનો બરાબર માવો કરી લઈશું

  5. 5

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં જીરુ અને હિંગ નાખી વઘાર કરવો તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખવી ત્યારબાદ લીલી ડુંગળી અને સુકી ડુંગળી ઉમેરો તેમાં મીઠું હળદર મરચું વગેરે મસાલા ઉમેરો ડુંગળી ચઢી જાય એટલે તેમાં ટમેટા ઉમેરો

  6. 6

    ડુંગળી અને ટમેટા બંન્ને ચઢી જાય ત્યારબાદ તેમાં લીલું લસણ અને રીંગણ નો માવો ઉમેરવો હવે આપણે મીઠું ખાંડ અને લીંબુ ઉમેર્યું

  7. 7

    ઓળો સરસ ચડી જશે એટલે તેલ છૂટું પડવા લાગશે ત્યારબાદ તેમાં જરૂર મુજબ કોથમરી નાખવી તો તૈયાર છે tasteful ઓળો

  8. 8

    હવે આપણે રોટલા બનાવી શું સૌપ્રથમ કથરોટમાં બાજરી લોટ લેવો તેમાં જરૂર મુજબ મીઠું અને પાણી ઉમેરી બરાબર મસળવો

  9. 9

    ત્યારબાદ હાથ વડે ગોળ ગોળ ટીપીને રોટલો બનાવવો અને તેને તાવડીમાં શેકી લેવો તો તૈયાર છે રોટલો

  10. 10

    હવે આપણે ટ્રેડિશનલ થાળીમાં ઓળો રોટલો અથાણું પાપડ દૂધ સંભારો બધું મૂકીને સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes