ઓળો અને રોટલો(Olo And Rotlo recipe in Gujarati)

Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 35 મિનિટ
ત્રણ લોકો
  1. 2-3વાટકા બાજરાનો લોટ
  2. 2-3મોટા રીંગણા
  3. 1 વાટકીસમારેલા ટામેટાં
  4. 1 વાટકીલીલી ડુંગળી
  5. 1/2વાટકી લીલું લસણ
  6. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. વઘાર માટે તેલ
  8. સ્વાદ અનુસારમીઠું
  9. ચપટીમરચું
  10. ચપટીહળદર
  11. 1/2ચમચી રાઈ અને જીરું

રાંધવાની સૂચનાઓ

30થી 35 મિનિટ
  1. 1

    સૌપ્રથમરીંગણા ને ગેસ પર શેકી લો. શેકાઈ ગયા બાદ થોડીવાર પછી છાલ ઉતારી લો અને ચમચાથી એકદમ મેષ કરી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ નાખો તેની અંદર રાઇ-જીરાંનો વઘાર કરીને, ત્યારબાદ લીલુ લસણ, લીલી ડુંગળી, ટામેટાં બધું નાખીને 10 થી 15 મિનીટ સુધી પકાવો.

  3. 3

    ત્યારબાદ તેની અંદર સ્વાદ અનુસાર મીઠું,મરચું,હળદર નાખો. અને મેશ કરેલા રીંગડા પણ નાખી દો. અને હલાવી લો તૈયાર છે રીંગણા નો ઓળો.

  4. 4

    રોટલા બનાવવા માટે બાજરાના લોટમાં થોડું મીઠું નાખો અને પાણી વડે લોટ બાંધી લો. લોટને એકદમ મસળી ને તેમાંથી રોટલો બનાવો. તાવડી ઉપર રોટલા ને બંને સાઇડ શેકી લો. રોટલો બની ગયા બાદ કી ચોપડી ને સર્વ કરો.

  5. 5

    તો ફ્રેન્ડ તૈયાર છે કાઠીયાવાડી ઓળો અને રોટલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Solanki
Ramaben Solanki @cook_20870672
પર

ટિપ્પણીઓ

Similar Recipes