હરિયાળી પનીર ટિક્કા (Hariyali Paneer Tikka Recipe In Gujarati)

khyati rughani
khyati rughani @cook_25414112
ગાંધીધામ

#trend2
#week2

પનીર એક ડેરી પ્રોડક્ટ છે જેનો આપણે ખોરાક માં ઉપયોગ કરીએ તો ઘણું ફાયદા રૂપ છે.પણ તે એકલું ખાવા કરતાં તેનો સબજી,પરોઠા, ટિક્કા,જેવી વાનગીઓ માં ઉપયોગ વધુ સારી રીતે કરી શકાય છે.ટિક્કા ઘના ફ્લેવર્સ માં બનાવી શકાય અને એ એવી વાનગી છે જે ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવે છે. બનાવવા માં થોડું સમય ને મહેનત માગી લેછે પણ જો બરોબર માપ થી બનાવીએ તો ઘણી સારી ડિશ બને છે.આજે મે પાલક ને ફુદીના ની ફ્લેવરને ધ્યાન માં લઈ હરિયાળી પનીર ટિક્કા બનાવ્યું છે.

હરિયાળી પનીર ટિક્કા (Hariyali Paneer Tikka Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#trend2
#week2

પનીર એક ડેરી પ્રોડક્ટ છે જેનો આપણે ખોરાક માં ઉપયોગ કરીએ તો ઘણું ફાયદા રૂપ છે.પણ તે એકલું ખાવા કરતાં તેનો સબજી,પરોઠા, ટિક્કા,જેવી વાનગીઓ માં ઉપયોગ વધુ સારી રીતે કરી શકાય છે.ટિક્કા ઘના ફ્લેવર્સ માં બનાવી શકાય અને એ એવી વાનગી છે જે ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવે છે. બનાવવા માં થોડું સમય ને મહેનત માગી લેછે પણ જો બરોબર માપ થી બનાવીએ તો ઘણી સારી ડિશ બને છે.આજે મે પાલક ને ફુદીના ની ફ્લેવરને ધ્યાન માં લઈ હરિયાળી પનીર ટિક્કા બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧થી૧.૫ કલાક
  1. ૨૦૦ ગ્રામપનીર
  2. ૧ જૂડીપાલક
  3. ૧/૨ જુડી ફુદીનો.(પાલક થી અડધો)
  4. ૭-૮મરી
  5. તજ
  6. ૧ નાનું બાઉલદહીં
  7. આદું
  8. લીલાં મરચાં
  9. જરૂર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

૧થી૧.૫ કલાક
  1. 1

    પનીર ટિક્કા બનાવવા સૌ પ્રથમ પનીર ને ગરમ પાણી માં પલાળી દો જેથી પનીર ખુબજ સોફ્ટ થશે.

  2. 2

    હવે મિક્સર માં સમારેલ પાલક ફુદીનો લઈ તેમાં એક ચમચી દહીં,આદું લીલાં મરચાં, મરી,તજ નાખી ક્રશ કરી લો.અને મેરીનેશન તૈયાર કરો.તેને ફ્રિઝ માં ૧૦-૧૫ મિનિટ રાખીદો જેથી તેની કન્સિસ્ટનસી સેટ થશે.

  3. 3

    હવે પનીર ને પાણી માંથી કાઢી નિતારી લો તેના ચોરસ ટુકડા કરી અને કાટા ચમચી વડે એમાં એમાં હોલ કરી લો જેથી પનીર મેરિનેશન સોશી લેશે અને સ્વાદ બેસી જશે.

  4. 4

    ત્યારબાદ પનીર નાં ટુકડા ને તૈયાર કરેલ પેસ્ટ માં ઉમેરી બરોબર હલાવી લો. ફ્રીઝ માં ૧૫ મિનિટ સેટ થવા દો.

  5. 5

    હવે પનીર ને બારબિક્યું સ્ટિક માં ભરાવી ગેસ પર પકવી લો. આ દરમિયાન એ ધ્યાન રાખવું કે પનીર પર બટર લગાવતા રહેવું જેથી પનીર નું મોઈશ્ચર જળવાઈ રહેશે ને સોફ્ટ જ રહેશે.

  6. 6

    પનીર ને ગ્રીન ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khyati rughani
khyati rughani @cook_25414112
પર
ગાંધીધામ

Similar Recipes