પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)

Zalak Desai
Zalak Desai @cookandeatwithzalak
Gujrat

#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી.

પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)

#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫0 એક મિનિટ
૪ સર્વિંગ
  1. ટીકા:
  2. 3/4 કપદહીં
  3. ૧ ચમચીબેસન
  4. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચુ
  6. 1/4 ચમચી હળદર
  7. 1/4 ચમચી જીરૂ
  8. 1/2ચમચી ગરમ મસાલો
  9. 1 ચમચીકસુરી મેથી
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 1 ચમચીતેલ
  12. 1/2ચમચી મીઠું
  13. અડધો કાંદો
  14. અડધો કેપ્સીકમ ક્યુબ
  15. 10પનીર ક્યુબ
  16. કરી:
  17. ૨ ચમચીબટર
  18. 1તમાલપત્ર
  19. 1કાંદો સમારેલો
  20. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  21. 1/4 ચમચી હળદર
  22. ૧ ચમચીલાલ મરચું
  23. 1/2ચમચી ધાણાજીરૂ
  24. 1/4 ચમચીગરમ મસાલો
  25. 1/2ચમચી મીઠું
  26. 1 કપટોમેટો પ્યોરી
  27. અડધો કપ કાજુની પેસ્ટ
  28. ૧ કપપાણી
  29. ૨ ચમચીકોથમીર
  30. 1 ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

૫0 એક મિનિટ
  1. 1

    એક મોટા બોલમાં 3/૪ કપ દહીં લો. ૧ ચમચી બેસન,1 ચમચી લાલ મરચું ૧ ચમચી આદુ-લસણની પેસ્ટ,1/4 ચમચી હળદર, 1/2ચમચી ગરમ મસાલો, 1/4 ચમચી જીરૂં ૧ ચમચી કસ્તુરી મેથી ઉમેરો.પછી તેમાં લીંબુનો રસ,તેલ અને મીઠું ઉમેરો ની મદદથી બરાબર મિક્સ કરી સ્મૂધ પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે તેમાં અડધો કાંદો,અડધો કેપ્સીકમ અને પનીર ના ક્યુબ ઉમેરો પછી તેને બરાબર મિક્સ કરી લો અને અડધો કલાક રહેવા દો. પછી ઉપર બે ચમચી તેલ ઉમેરી. તેમાં પનીર ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પનીર ટીક્કા તૈયાર છે તેને સાઈડમાં રાખો.

  3. 3

    એક કડાઈમાં બે ચમચી બટર ઉમેરો અને તેમાં તમાલપત્ર નાખો. પછી તેમાં કાંદા અને આદું લસણની પેસ્ટ ઉમેરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.હવે તેમાં હળદર,લાલ મરચું,ગરમ મસાલો,ધાણાજીરું,મીઠું બધુ બરાબર મિક્સ કરી સાંતળવું.

  4. 4

    હવે તેમાં 1 કપ ટોમેટો પ્યુરી ઉમેરો અને અડધો કપ કાજુની પેસ્ટ ઉમેરો.અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળતા રહો.હવે તેમાં એક કપ પાણી અને પનીર ટીકા ઉમેરો પછી બરાબર મિક્સ કરી ૧૦ મિનિટ ઢાંકીને ચડવા દો.

  5. 5

    હવે તેમાં બે ચમચી સમારેલી કોથમીર કોથમીર અને એક ચમચી કસુરી મેથી ઉમેરો તૈયાર છે પનીર ટીકા મસાલા ગરમા-ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zalak Desai
Zalak Desai @cookandeatwithzalak
પર
Gujrat
Love to cook and make new dishes🍳🍱🍺🍧🍦🍕🍝😋 💟
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes