બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)

Vrutika Shah
Vrutika Shah @vrutikashah
Jamnagar

બટેટા વડા (Bateta Vada Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૧ કિલોબટેટા
  2. સ્વાદ મુજબ મીઠું
  3. ૧ ચમચી ગરમ મસાલો
  4. ૧ ચમચી આમચૂર પાઉડર
  5. ૧ ચમચી આદુ મરચાની પેસ્ટ
  6. ૧/૨ ચમચી લસણની ચટણી
  7. ૧/૪ કપઝીણી સમારેલી કોથમરી
  8. ૧ નંગલીંબુ
  9. ૧/૨ ચમચી ખાંડ
  10. ખીરું તૈયાર કરવા માટે :
  11. ૧ કપ ચણા નો લોટ
  12. જરૂર મુજબ પાણી
  13. સ્વાદ મુજબ મીઠું
  14. ચપટી હિંગ
  15. ૧ ચમચી લાલ મરચું પાઉડર
  16. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પહેલા બટેટા બાફી લેવા. પછી તેની છાલ કાઢી મેશ કરી લેવી.

  2. 2

    પછી તેમાં કોથમરી, ગરમ મસાલો, આમચૂર પાઉડર, આદુ મરચાની પેસ્ટ, લસણ ની ચટણી, ખાંડ, લીંબુ બધું નાખી બરાબર મિક્સ કરવું. હવે તેના નાના નાના ગોળા બનાવી લો.

  3. 3

    હવે એક તપેલી માં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હિંગ, લાલ મરચું પાઉડર નાખી મિક્સ કરી પાણી નાખી ખીરું તૈયાર કરો.

  4. 4

    હવે ગેસ પર તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે ખીરું માં ગોળા ડીપ કરી તેલ માં નાખો. એવી જ રીતે બીજા ગોળા તેલ માં નાખો.

  5. 5

    ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે એક ડિશ માં કાઢી લો. અને સર્વ કરો. તો તૈયાર છે બટેટા વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vrutika Shah
Vrutika Shah @vrutikashah
પર
Jamnagar

Similar Recipes