કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#trend3
#week3
આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે.

કાઠીયાવાડી ગુજરાતી થાળી (Kathiyawadi Gujarati Thali Recipe In Gujarati)

#trend3
#week3
આજે ગુજરાતી ચટાકેદાર રીંગણા બટેટા નું ફ્રાય શાક, ફોતરા વાળી મગદાળ અને ચોખા ની ખાડો કરી ઘી ભરેલી ખિચડી, ઘી થી લથપથ રોટલી રોટલા, દહીં, માખણ, ગોળ ધી, લીલા મરચા થી મસ્ત હેલ્ધી અને સ્વાસ્થ્ય માટે ગુણો થી ભરપુર થાળી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ વ્યક્તિ
  1. શાક માટે;
  2. ૪-૫ નંગ નાના રીંગણા
  3. ૪-૫ નંગ મીડિયમ બટેટા
  4. ૨ નંગ ડુંગળી
  5. ૨ નંગ ટામેટાં
  6. ૧ નંગ મરચું
  7. ૮-૧૦ કળી લસણ
  8. ટુકડો આદું
  9. ૬ ચમચી તેલ
  10. ૨ ચમચી મરચું પાઉડર
  11. ૨ ચમચી ધાણાજીરૂ
  12. ૧/૨ ચમચીહળદર
  13. ૧ ચમચી ગરમ મસાલો
  14. ૧/૨ ચમચી રાઇ જિરું
  15. ચપટીહિંગ
  16. સ્વાદ અનુસારમીઠું
  17. જરૂર મુજબકોથમીર
  18. ૧ નંગ સૂકું મરચું
  19. ૧ નંગ તમાલપત્ર
  20. ખિચડી માટે;
  21. ૧ કપખીચડી ના ચોખા
  22. ૧/૨ કપમગ ની ફોતરા વાળી દાળ
  23. ચપટીહિંગ
  24. ચપટીહળદર
  25. ૩ ચમચી ધી
  26. સ્વાદ અનુસારમીઠું
  27. રોટલી રોટલા માટે;
  28. ૧ કપ ઘઉં નો લોટ
  29. ૧ કપ બાજરા નો લોટ
  30. ૧ ચમચી તેલ
  31. સ્વાદાનુસાર મીઠું
  32. ૧ નાની વાટકી માખણ
  33. ૧ નાની વાટકી ગોળ, ધી
  34. ૧ વાટકી દહીં

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ચટાકેદાર શાક: આ શાક માં અહી મે નાના રીંગણા અને બટેટા, ડુંગળી,લસણ આદુ ની પેસ્ટ, ટામેટા લીલા મરચા લીધા છે.અહી આ શાક બનાવવા રીંગણા ને ડીન્ટીયા સહિત જ લાંબી ચીર કરી છે અને બટેટા પણ લાંબી ચીર માં કાપ્યા છે.

  2. 2

    ત્યારબાદ આ બંને ને એક કડાઈ મા ૨ચમચી તેલ મૂકી ફ્રાય કરીશું.તો આ તેલ થઈ જાય એટલે સૌ પ્રથમ રીંગણા ફ્રાય કરી લેશું.આ રીંગણા ગુલાબી થઇ જાય એટલે એક ડિશ માં કાઢી ફરી તે કડાઈ મા બટેટા ની ચીર ફ્રાય કરીશું.આ રીતે રીંગણા ને ફ્રાય થાતાં વાર નથી લાગતી તો બંને અલગ જ ફ્રાય કર્યા છે.

  3. 3

    આ રીતે ફ્રાય કરેલા રીંગણા બટેટા સાઇડ મા રાખી દેશું.અને હવે ડુંગળી ટામેટા મરચા ને પણ લાંબી ચીર કરી લેશું.અને આદુ લસણ ની પેસ્ટ બનાવીશું.અહી મે કુંડી દસ્તા વડે પેસ્ટ બનાવી છે જેનો સ્વાદ અને સુગંધ મસ્ત આવે છે.

  4. 4

    ત્યારબાદ એક કડાઈ મા ૪ ચમચી તેલ ગરમ મૂકો. તેલ થઈ જાય એટલે સૂકું મરચું તમાલપત્ર રાઇજીરૂ અને હિંગ નાખી દો.ત્યારબાદ તેમાં આદુ લસણ નો પેસ્ટ એડ કરો.અને તરતજ ડુંગળી એડ કરી હલાવી લૉ.

  5. 5

    પછી ડુંગળી નો કલર બદલાય જાય પછી તેમાં ટામેટાં મરચા એડ કરી દો.અને બધા મસાલા એડ કરી દો ગરમ મસાલો છેલ્લે એડ કરવાનો જેથી શાક નો ટેસ્ટ મસ્ત આવે. અને મસાલા ને સરસ મિકસ કરી ૫ મિનિટ ચડવા દો.

  6. 6

    ત્યારબાદ તેમાં ફ્રાય કરેલા રીંગણા બટેટા એડ કરી અડધો કપ પાણી નાખી ધીમી આંચ પર ચડવા દો બટેટા ના ટુકડા થઈ જાય અને સરસ ચડી જાય એટલે તેમાં ગરમ મસાલો નાખી ઉતારી લૉ.

  7. 7

    આ ગુજરાતી શાક જોઈને ભૂખ નો લાગી હોઈ તો પણ લાગી આવે છે.ગુજરાતી ના શાક હંમેશા ચટપટા અને મસાલેદાર હોઈ છે. આ રીતે બનાવેલું શાક ખાઈ ને બધા આંગળા ચાટતા રહી જાશે.

  8. 8

    ખિચડી : આ ખિચડી ગુણો થી ભરપુર હોઈ છે.દાળ અને ચોખા મિક્સ કરી તેને ધોઈ ને કૂકર માં નાખી દો. તેમાં દાળ ચોખા થી ૩ ગણું પાણી એડ કરી ગેસ પર ઉકળવા મૂકી દો.અને જરા ઉકળી જાય પછી હિંગ હળદર મીઠું અને એક ચમચી ધી એડ કરી ઢાંકણ બંધ કરી ૧૫ મિનિટ ચડવા દો.

  9. 9

    આ ખિચડી માં ધી એડ કરવાથી ખિચડી સરસ નરમ અને મુલાયમ બનશે. હવે ૧૫ મિનિટ પછી કૂકર ઠરે એટલે ખિચડી ત્યાર છે.આ ખીચડી માંદા હોઈ તેને પન ભરપુર એનર્જી આપે છે.

  10. 10

    રોટલી રોટલા: રોટલી તો બધા રોજ બનાવતા જ હોઈ છે. તો ઘઉં ના લોટ મા ૧ચમચી તેલ નું મોણ નાખી પાણી વડે લોટ બાંધી લો અને રોટલા માટે બાજરી નો લોટ લઈ તેમાં જરા મીઠું નાખી પાણી વડે લોટ બાંધી લો.આ બાજરી માં રોટલા નો લોટ એકીસાથે નહી બાંધવાનો એક એક રોટલા નો બાંધતા જવાનું ને કરતા જવાનું.તો રોટલા સરસ થાય છે.

  11. 11

    ત્યારબાદ તેના ગોળા વાળી પાટલા વેલણ થી વણી લૉ. રોટલા ને થાબડી ને કરવાનો છે.ત્યારબાદ બંને ને માટી ની તાવડી માં પકાવી લો.ત્યારબાદ બંને માં ધી લગાવી લૉ આ ત્યાર છે રોટલી રોટલા.આપના વડીલો તેમજ ખેડુ રોજ રાત્રે રોટલા જ ખાવાનું પસંદ કરે છે કેમકે બાજરી માંથી ભરપુર તાકાત મળે છે.

  12. 12

    આ સાથે મે ઘરે બનાવેલું માખણ દહીં ગોલધી અને મરચા લીધા છે. આપણી ગુજરાતી થાળી એટલે થાળી મા ક્યાંય જગ્યા નો હોઈ ભરચક ભરેલી જ હોઈ છે.આ થાળી વડીલો રાત્રે ખાવાનું પસંદ કરતા કે આ પુષ્કળ એનર્જી અને તાકાત પૂરી પાડે છે.તો આખો દિવસ કામ કરવાથી થાક લાગતો નથી.આ સાથે થાળી પીરસવા મા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

ટિપ્પણીઓ (9)

Similar Recipes