ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
3 વ્યક્તિ
  1. ૧ કપતુવેર દાળ
  2. 1 કપચોખા
  3. 200 ગ્રામ ગોવાર
  4. 2 નંગમોટા બટેટા
  5. 250 ગ્રામ કાચું પપૈયું
  6. 2-4 નંગ મરચા
  7. 2 કપઘઉંનો લોટ
  8. ● દાળ,શાક અને સંભારા માટે
  9. ૪ ટેબલ સ્પૂનતેલ(શાક દાળ સંભારા માટે)
  10. 2 ટી સ્પૂનરાઈ(શાક દાળ સંભારા માટે)
  11. 2 ટી સ્પૂનજીરુ(શાક દાળ સંભારા માટે)
  12. ૪-૫ મીઠા લીમડાના પાન(દાળ માટે)
  13. સૂકું લાલ મરચું (દાળ માટે)
  14. ૪-૫ દાણા મેથી ના (દાળ માટે)
  15. સ્વાદ અનુસારમીઠું
  16. 2 ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર(શાક દાળ માટે)
  17. 1 ટેબલ સ્પૂનધાણા-જીરુ પાઉડર (શાક માટે)
  18. 2 ટી સ્પૂનહળદર(શાક દાળ સંભારો માટે)
  19. 2 ટી સ્પૂનહિંગ(શાક દાળ સંભારા માટે)
  20. 2 ટી સ્પૂનગોળ (શાક અને દાળ માટે)
  21. જરૂર મુજસબ લીંબુનો રસ(દાળ માટે)
  22. 1ટમેટું (શાક માટે)
  23. જરૂર મુજબ કોથમીર
  24. 100 ગ્રામ ટીંડોરા
  25. 3 મરચા
  26. 1 ટેબલ સ્પૂનસંભાર મસાલો (આચાર મસાલો)
  27. 1 ટેબલ સ્પૂનતેલ
  28. 1 ટી સ્પૂનઘી (રોટી માટે)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે 1 કપ તુવેર દાળ ને બાફી લેશું.... ત્યારબાદ આપણે ઘઉંનો લોટ લેશું અને તેમાં થોડું તેલનું મોણ નાખીશું.. અને લોટ બાંધી લઈશું..

  2. 2

    ભાત માટે એક તપેલામાં આપણે આંધણ મૂકશું અને ભાતને રેડી કરી લેશું... ત્યારબાદ આપણે શાકના વઘાર માટે એક કૂકરમાં તેલ લેશું તેમાં રાઈ, જીરુ, હિંગ, ટોમેટો નાખી શાક નો વઘાર કરીશું.. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું પાઉડર, હળદર,ધાણાજીરું પાઉડર,ગોળ નાખી 3 સિટી કરી લેશું..

  3. 3

    દાળ નો વઘાર માટે એક નાના પેનમાં તેલ લેશું ત્યારબાદ તેમાં રાઈ, જીરુ, લીમડો, સૂકું લાલ મરચું,મેથી અને છેલ્લે હિંગ નાખી દાળ નો વઘાર કરશું ત્યારબાદ દાળમાં પણ બધા મસાલા કરશું છેલ્લે ગોળ અને લીંબુ નાખી કોથમીરથી ગાર્નિશ કરશું...

  4. 4

    પપૈયાના સંભારા માટે એક પેનમાં તેલ લેશું તેમાં રાઈ, જીરુ અને હિંગ નાખી પપૈયા મરચાના સંભારા ને વઘારી લઈશું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર નાખી ચડવા દેશું..

  5. 5

    ઘઉંનો લોટ બાંધેલો છે તેની આપણે ફૂલકા રોટલી ઉતારી લેશું... અને સાથે આપણે ગુજરાતી થાળી હોય એટલે છાશ, પાપડ અને અથાણાં તો હોય જ સાથે સાથે મિષ્ટાનમાં સુખડી અને દૂધ અને ટોપરા ના ખમણ ના પેંડા છે..

  6. 6

    ટીંડોરા અને મરચાને લાંબા લાંબા સુધારી લેવાના અને ત્યારબાદ તેમાં જે આપણે અથાણામાં આચાર મસાલો નાખીઍ તે એડ કરી તેમાં થોડું તેલ નાખવાનુ.. તેને સરખું મિક્ષ કરી સર્વ કરવાનું...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

Similar Recipes