દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. બાટી માટે
  2. ૪ વાટકીઘઉં નો લોટ
  3. ૧ વાટકીઘઉં નો જાડો લોટ
  4. ૧/૨ વાટકીરવો
  5. ૧૦૦ ગ્રામ ઘી
  6. ૫૦ ગ્રામ તેલ
  7. ૧ ચમચીઅજમો
  8. મીઠું પ્રમાણસર
  9. દાળ માટે
  10. ૧/૨ વાટકીચણા ની દાળ
  11. ૧/૨ વાટકીતુવેરની દાળ
  12. ૧/૨ વાટકીઅડદ ની દાળ
  13. ૧/૨ વાટકીમગ ની દાળ
  14. ૧/૨ વાટકીમસૂર ની દાળ
  15. ૨-૩ નંગ કાપેલી ડુંગળી
  16. ૪ નંગટામેટાં ઝીણાં સમારેલાં
  17. ૧ ટી સ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  18. ૧ ટી સ્પૂનલીલાં મરચા ની પેસ્ટ
  19. ૨ ટી સ્પૂનલાલ મરચું
  20. ૧ ટી સ્પૂનહળદર
  21. ચપટીહિંગ
  22. મીઠું પ્રમાણસર
  23. વઘાર માટે તેલ અને ઘી
  24. મીઠો લીમડો
  25. ૧ ટી સ્પૂનરાઈ
  26. ૨ ટી સ્પૂનગરમ મસાલો
  27. ધાણા

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બાટી માટે :

    ઘઉં નાં લોટ માં ઘઉં નો જાડો લોટ અને રવો મિક્ષ કરી ઘી તેલ નું મોવણ નાખો

  2. 2

    અજમો અને મીઠું નાખી લોટ ભાખરી જેવો કઠણ બાંધી ૧૫ મિનિટ રહવા દો.

  3. 3

    બાદ માં તેના લીંબુ જેવા લુવા કરી વચ્ચે ખાડો કરી બાટી નાં કુકર મા સેકો.

  4. 4

    બાટી થઈ જાય એટલે એને ઘી મા ગરમ ગરમ બાટી દુબાડવી.

  5. 5

    દાળ માટે :

    ચણા, તુવેર, અડદ, મગ, મસૂર ની દાળ ભેગી કરી ધોઈ કુકર મા મીઠું નાખી બાફવા મુકો.

  6. 6

    બાફાઈ જાય એટલે થોડું વલોની થી વલોવી પંરતુ દાળ આખ્ખી થોડી રહે એ રીતે.

  7. 7

    એક તાવડી માં તેલ અને ઘી નો વઘાર કરી રાઈ તતડે એ પછી એમાં લાલ મરચું, હળદર, હિંગ નાખી ડુંગળી નાં સમારી તેને વઘારો.

  8. 8

    ડુંગળી સતાડાય એટલે તેમાં ટામેટાં નાં નાના કટકા કરી નાખો. ટામેટાં ચડી જાય એટલે તેમાં દાળ નાંખી મિક્સ કરી ઉકળવા દો.

  9. 9

    મીઠું અને ગરમ મસાલો નાખી છેલે ધાણા નાખી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes