સેવ ખમણી(Sev Khamni Recipe in Gujarati)

Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550

#trend4
Week.4

શેર કરો

ઘટકો

30 મિનિટ
ત્રણ વ્યક્તિ મા
  1. 1બાઉલ ચણાની દાળ
  2. 4મરચા
  3. 1આદુનો ટુકડો
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. 2 ચમચીતલ
  7. 1 ચમચીમીઠા લીમડાના પાન
  8. 1 ચમચીખાવાના સોડા
  9. ૩ ચમચીદાડમના દાણા
  10. 1 વાટકીતેલ
  11. 2 ચમચીસમારેલી કોથમીર
  12. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  13. 1 ચમચીમીઠું
  14. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલ ચણાની દાળ લેવી તેને પાણીમાં ચાર કલાક સુધી પલાળવી ત્યારબાદ આ દાળ સોફ્ટ બને છે પછી તેને મિક્સર જારમાં નાખી તેમાં બે મરચાં એક આદુનો ટુકડો અને મીઠું નાખવું થોડી ખાંડ નાખવી

  2. 2

    ત્યારબાદ મિક્સર જારમાં પલાળેલી દાળને પીસવી પ્રથમ પાણી નાખ્યા વગર પીસવી ત્યારબાદ થોડું પાણી નાખીને દાળને પીસવી પછી બધા મસાલાઓ તૈયાર કરવા તેમાં બે ચમચી કોથમીર ૨ ચમચી ખાંડ એક ચમચી ખાવાના સોડા બે ચમચી તલ સ્વાદ અનુસાર મીઠું એક ચમચી હળદર એક વાટકી તેલ આ બધા મસાલા તૈયાર રાખવા અને પીસેલી દાળ માં પણ એક ચમચી હળદર નાખી ફરીવાર પીસવી

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણમાં એક ચમચી ખાવાના સોડા નાખી એકદમ હલાવવું ત્યારબાદ આ ખીરાને થાળીમાં પાથરવું આ મિશ્રણને ૨૦ મિનીટ ઢોકળીયામાં ચડવા દેવું

  4. 4

    ખમણ તૈયાર થાય ત્યારે તેને દસ મિનિટ ઠંડુ થવા દેવું ત્યારબાદ મોટા કાપા પાડી ખમણી વડે ભૂકો બનાવવો ત્યારબાદ એક લોયામાં ચાર ચમચી તેલ લેવું તેમાં થોડી રાઈ નાખવી તેલ ગરમ થાય પછી તેમાં આદુ મરચાની પેસ્ટ નાખવી તેમાં ૨ ચમચી ખાંડ નાખી થોડું પાણી નાખી હલાવવું ખાંડ ઓગળી જાય પછી એક ચમચી હળદર નાંખવી બે ચમચી તલ નાખવા મીઠો લીમડો નાખવો ત્યારબાદ તેમાં ખમણી માટેનું છીણ નાખવું થોડી કોથમીર નાંખવી લીમડાના પાન નાખવા એક ચમચી લીંબુનો રસ નાખવો અને આ બધાને બરાબર મિક્સ કરવું

  5. 5

    ત્યારબાદ આ મિશ્રણને બરાબર હલાવી એક ડિશમાં કાઢો અને આ સેવ ખમણી ઉપર કોથમીર નાંખવી નાયલોન સેવ નાખવી તેના પર દાડમના દાણા નાખી ડેકોરેટ કરવું અને સર્વ કરવું આ સેવ ખમણી સ્વાદિષ્ટ ચટાકેદાર ખટ મીઠી બને છે વારંવાર ખાવા માટે આપણું મન લલચાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ramaben Joshi
Ramaben Joshi @cook_21079550
પર

Similar Recipes