ઘઉં ના ફાડા નો હલવા (Ghau Na Fada No Halwo Recipe In Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

હલવો,નામ પડે અને મોંમાં પાણી આવી જાય. હલવો ઘણી જાતનાં બને છે, અલગ અલગ રીતે બને છે, અને ખાવામાં પણ ટેસ્ટી બને છે, અને પૌષ્ટિક પણ તો ચાલો આજે આપણે ઘઉંના ફાડાનો હલવો બનાવી એ, ઘણા લાપસી પણ કહે છે, આજે આપણે થોડી જુદી રીતે બનાવીએ, ખુબ જ સરસ બને છે, #GA4#Week6#halva#
#cookpadindia
#cookpadgujrati

ઘઉં ના ફાડા નો હલવા (Ghau Na Fada No Halwo Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

હલવો,નામ પડે અને મોંમાં પાણી આવી જાય. હલવો ઘણી જાતનાં બને છે, અલગ અલગ રીતે બને છે, અને ખાવામાં પણ ટેસ્ટી બને છે, અને પૌષ્ટિક પણ તો ચાલો આજે આપણે ઘઉંના ફાડાનો હલવો બનાવી એ, ઘણા લાપસી પણ કહે છે, આજે આપણે થોડી જુદી રીતે બનાવીએ, ખુબ જ સરસ બને છે, #GA4#Week6#halva#
#cookpadindia
#cookpadgujrati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
૪ લોકો
  1. 1 કપઘઉંના ફાડા
  2. 4 ચમચીઘી
  3. 1/2 કપગોળ
  4. 1/2 કપમાવો
  5. 2 કપપાણી
  6. 1/4 કપડ્રાય ફ્રુટ
  7. 1 ચમચીઇલાયચી જાયફળનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો, તેમાં લાપસી ના ફાડા નાખો, અને બ્રાઉન કલરના શેકી લો, બીજા ગેસ પર ગરમ પાણી મુકો,

  2. 2

    લાપસી શેકાઈ જાય પછી તેમાં ગરમ પાણી ઉમેરો, મિક્સ કરો, પછી કૂકરમાં ૫ થી ૬ વગાડી લો, ત્યારબાદ કડાઈમાં કાઢી થોડી હલાવી ગોળ ઉમેરો, (પ્રેશરકુકરમાં જલ્દી થઈ જાય છે).

  3. 3

    હવે તેમાં છીણેલો માવો એડ કરો, અને હલાવી નાખો કે જેથી એક રસ થઇ જાય, હવે તેમાં સુધારેલું ડ્રાયફ્રુટ, ઇલાયચી-જાયફળનો ભૂકો, ઉમેરો અને મિક્સ કરી લો,

  4. 4

    આપણો હલવો તૈયાર થઇ ગયો, તમે ગરમાગરમ પીરસી શકો છો, અને થાળીમાં અથવા તો મોલ્ડમાં પણ રા ખી શકો છો.

  5. 5

    અને ડ્રાયફ્રૂટ થી ગાર્નીશ કરો, ફ્રીઝ માં પણ રાખી શકો છો, ઠંડો હલવો પણ ખુબ જ સરસ લાગે છે, અને માવો એડ કરવાથી, સ્વાદમાં પણ સરસ લાગે છે.

  6. 6

    તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો, અને કેવી બની એ જરૂર કેજો, 😋🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes