ડ્રાયફ્રૂટ ચોકલેટ લડ્ડુ (Dry Fruit Chocolate Laddu Recipe In Gujarati)

Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65

ડ્રાયફ્રૂટ ચોકલેટ લડ્ડુ (Dry Fruit Chocolate Laddu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 નાનો કપઅખરોટ ના ટુકડા
  2. જરૂર મુજબ કાજુ,બદામ પિસ્તા
  3. 1 ચમચીચારોલી
  4. 1 ચમચીખસખસ
  5. 2 મોટા ચમચાચોકલેટ (ખમણેલી)
  6. 1 ચમચીઘી
  7. 1/2 તાજા નાળિયેરનું ખમણ
  8. 1/2 કપ મિલ્કમેડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નોનસ્ટિક કઢાઈમાં પહેલાં કોરા ખસખસ શેકીને કાઢી લો. પછી એ જ કઢાઈમાં ઘી ગરમ કરો.ઘી થઈ જાય એટલે તેમાં ચારોલી સિવાય બધા ડ્રાયફ્રુટ ઘી માં શેકી લો.થોડા શેકાય એટલે તેમાં નાળિયેર નુ ખમણ નાખીને પાચ મિનિટ ધીમા તાપે શેકીને એકદમ ઠરવા દો.

  2. 2

    ઠરી જાય એટલે મિકસર માં અધકચરું પીસી લો.

  3. 3

    કોઈપણ ફ્લેવર ની ચોકલેટ લો અને તેનુ ખમણ તૈયાર કરો.અને ખસખસ સાથે મિક્સ કરો.

  4. 4

    હવે તૈયાર થયેલ મિસ્રણમા મિલ્કમેડ નાખીને લાડુ વાળી લો.ખસખસ અને ચોકલેટ માં રગદોળી ને બે કલાક ફ્રિજમાં મૂકીને મિઠાઈ ની મજા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ila Bhimajiyani
Ila Bhimajiyani @IlaThaklar65
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes