ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajur Dryfruit Roll Recipe In Gujarati)

Ankita Solanki
Ankita Solanki @Ankita_26
Jamnagar

#કૂકબૂક
#પોસ્ટ - ૧
અહીંયા મેં ખજૂર ડ્રાયફ્રુટ રોલ બનાવ્યા છે જેને પ્રોટીન કેન્ડી બાર પણ કહેવામાં આવે છે કેમકે એમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને ડ્રાયફ્રૂટ માં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ હોય છે અને આ સ્વીટ પણ છે એટલે આ બાળકોને બહુ જ ભાવે છે અને દિવાળીમાં પણ આ સ્વીટ આપણે બનાવતા હોઈએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
છ વ્યક્તિ માટે
  1. 1-1/2 કપ ખજૂર બીયા વગરની
  2. 1 કપમીક્ષ ડ્રાયફ્રુટ
  3. 2 ચમચીઘી
  4. 2 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    અહીંયા આપણે સૌ પ્રથમ ડ્રાયફ્રૂટ્સ ના ટુકડા કરી લઈશું અને શેકી લઈશું આમાં તમે કોઈપણ ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરી શકો છો અત્યારે મેં કાજુ અને બદામ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે અખરોટ અને પિસ્તા નો પણ ઉપયોગ કરી શકો છો. પછી આપણે એક પ્લેટમાં ઠંડા થવા રાખી દઈશું

  2. 2

    હવે આપણે એક પેનમાં ઘી મૂકી શું અને તેમાં ઠળિયા કાઢેલાં ખજૂર ને એડ કરીશું. અને એ થોડી વાર થોડી સોફ્ટ થાય ત્યાં સુધી એને શેકીશું. ત્યાર પછી તેમાં શેકેલા ડ્રાયફ્રુટ પણ એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું.

  3. 3

    ત્યાર પછી તેને એક પ્લેટમાં કાઢી લેશો અને આ મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ તેના આપણે રોલ બનાવી લેશું. ત્યાર પછી આપણે તે રોલને આપણે ખસખસ માં બધી સાઇડ થી રગદોળી લઈશું.જેથી ખસખસ બરાબર ચોંટી જાય ત્યાર પછી આપણે તે રોલને સિલ્વર ફોઈલ માં પેક કરી દઈશું.

  4. 4

    આ રીતે આપણે વાળેલા રોલને ફ્રીઝ માં સેટ થવા મૂકી દઈશું. થોડીવાર પછી એ રોલને બહાર કાઢી અને પછી આપણે તેને થોડા રૂમ ટેમ્પરેચર પર આવવા દઇશું કેમકે એકદમ ઠંડા કટ નહીં થાય થોડા નોર્મલ થાય એટલે તેના સરસ રીતે પીસ કરી લેશો. તો રેડી છે આપણા ખજૂર ડ્રાયફ્રુટ્સ રોલ હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Solanki
Ankita Solanki @Ankita_26
પર
Jamnagar
cooking is my passion...i love cooking...,😊😊😊
વધુ વાંચો

Similar Recipes