ઓરેન્જ રબડી શોર્ટ (Orange Rabdi Shots Recipe in Gujarati)

Prerita Shah
Prerita Shah @Preritacook_16
Nadiad

ઓરેન્જ રબડી શોર્ટ (Orange Rabdi Shots Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
૨ વ્યક્તિ
  1. 3 કપદૂધ (600ml)
  2. 12 ટેબલ સ્પૂનખાંડ
  3. 1/2 ટી સ્પૂનબટર
  4. 2 નંગનારંગી
  5. 2સ્લાઈસ વેનીલા સ્પોનજ કેક/બ્રેડની સ્લાઈસ
  6. 1/2 ટી સ્પૂનઇમર્સન
  7. 1/2 ટીસ્પૂનઓરેન્જ ઝેસ્ટ
  8. ગાર્નીશિંગ માટે
  9. 4/5 નંગપીસ્તા સમારેલા
  10. 2 ટેબલ સ્પૂનચોકલેટ ચિપ્સ
  11. નારંગીની સ્લાઈસ
  12. કેસર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ફુલ ફેટવાળું દૂધ તેને એક નોનસ્ટિક પેનમાં ગરમ કરવા માટે મૂકો હવે તેમાં એક બે ઉભરા આવે પછી ખાંડ ઉમેરી 1/2 ન થાય ત્યાં સુધી તેને ઉકાળો

  2. 2

    દૂધ બરાબર 1/2 થઈ જાય એટલે રબડી તૈયાર થશે હવે તેને બીજા વાસણમાં કાઢી લો અને તેમાં ઇમર્સન ઉમેરી હલાવીને મિક્સ કરી લો હવે તેમાં બટર ઉમેરી દો અને તેના પર પ્લાસ્ટિક થી ઢાંકી ને ફ્રિજમાં ઠંડુ થવા માટે મૂકી દો

  3. 3

    હવે બીજી બાજુ નારંગી ને છોલી તેની સ્લાઈસ માંથી બિયા ને બધું સાફ કરી ને તૈયાર કરો હવે તેને પણ થોડીવાર માટે ફ્રિજમાં ઠંડુ કરવા માટે મૂકો

  4. 4

    હવે ઠંડી થયેલ રબડી ને ફ્રીઝમાંથી બહાર કાઢી તેના ઉપરનું પ્લાસ્ટીક નું રેપ નીકાળી તેમાં સાફ કરેલી નારંગી મિક્સ કરી દો અને તેમાં ઓરેન્જ ઝેસ્ટ મિક્સ કરી લો (ઓરેન્જ ઝેસ્ટ ની જગ્યાએ લેમન ઝેસ્ટ પણ વાપરી શકાય)

  5. 5

    હવે એક સર્વિંગ બાઉલ લઈ તેમાં બાઉલ ની સાઈઝ મુજબ કેક/બ્રેડ ને કટ કરી સર્વિંગ બાઉલમાં તે મૂકી તેના પર ઓરેન્જ રબડી ઉમેરો હવે તેના પર ગાર્નીશિંગ માટે ચોકલેટ ચિપ્સ, પીસ્તા ની કતરણ, અને કેસર મૂકી તેના પર નારંગીની એક સ્લાઈસ મૂકી ઠંડુ જ સર્વ કરો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prerita Shah
Prerita Shah @Preritacook_16
પર
Nadiad

Similar Recipes