કીટા ની બરફી (Kita Barfi Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#SQ
#cookpadindia
#cookpadgujrati
માખણ માંથી ઘી કરીએ ત્યારે ગાળી લીધા પછી કીટુ વધે તેમાંથી આ મીઠાઈ બનાવી છે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને મોઢા માં ઓગાળી જાય તેવી બને છે .અને ખુબ જ જલ્દી થી બની જાય છે. તમે ક્યો નહિ તો , કોઈ ને ખબર પણ નહી પડે કે આ કિટા માંથી બનાવી છે.
તો ચાલો......કિટા ની મેલ્ટ ઇન માઉથ બરફી

કીટા ની બરફી (Kita Barfi Recipe In Gujarati)

#SQ
#cookpadindia
#cookpadgujrati
માખણ માંથી ઘી કરીએ ત્યારે ગાળી લીધા પછી કીટુ વધે તેમાંથી આ મીઠાઈ બનાવી છે ખાવા માં ખૂબ જ ટેસ્ટી અને મોઢા માં ઓગાળી જાય તેવી બને છે .અને ખુબ જ જલ્દી થી બની જાય છે. તમે ક્યો નહિ તો , કોઈ ને ખબર પણ નહી પડે કે આ કિટા માંથી બનાવી છે.
તો ચાલો......કિટા ની મેલ્ટ ઇન માઉથ બરફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘી નું કિટુ
  2. 1/2 કપમિલ્ક પાઉડર
  3. 1/4 કપકાજુ નો પાઉડર (optional)
  4. ૪ tspસાકર / સ્વાદ અનુસાર
  5. 1/2ઇલાયચી નો પાઉડર (optional)
  6. બદામ ની કતરણ decoration માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જ્યારે આ મીઠાઈ બનાવવી હોય ત્યારે મલાઈ નું ઘી કરતી વખતે મલાઈ માં મેરવણ ન નાખવું (ખટાશ n પકડાય માટે), ડાયરેક્ટ એક જાડા બોટમ વાળા વાસણ માં ગેસ પર ગરમ મૂકી દેવું.સતત હલાવતા રહેવું જેથી નીચે ચોંટે નહિ.ઘી છૂટું પડી જાય, પછીકિટુ હજી વ્હાઈટ જ હોય ત્યારે જ ગેસ પર થી ઉતારી ઘી ગાળી લેવું અને કિટુ કાઢી લેવું.ઘી ફરી ઉકાળી લેવું,જેથી કાચું ન રહે. આ વ્હાઈટ કીટુ એકદમ માવો જ હોય છે.તેનો ઉપયોગ કોઈ પણ મીઠાઈ બનાવવા થાય, પરાઠા,રોટલી બનાવવા પણ થઈ શકે છે બહુ જ સોફ્ટ બને છે.પંજાબી સબ્જી ની ગ્રેવી માં પણ એડ કરાય.

  2. 2

    એક નોનસ્ટિક અથવા જાડા બોટમ વાળી કડાઈ ગરમ કરો તેમાં વ્હાઈટ કીટુ, મિલ્ક પાઉડર અને કાજુ નો પાઉડર એડ કરો.સતત હલાવતા રહો.

  3. 3

    મિશ્રણ જાડું થઈ જાય એટલે તેમાં સાકર એડ કરી દેવી.સાકર ઓગાળી જાય અને sides છોડવા લાગે,ગોળા જેવું બનવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો અને તેમાં ઇલાયચી નો પાઉડર એડ કરી ને હલાવી લેવું.

  4. 4

    એક ગ્રીસ કરેલું પ્લેટ માં ઢાળી દેવું અને evenly સ્પ્રેડ કરી,બદામ ની કતરણ થી ડેકોરેટ કરવું.

  5. 5

    ઠંડું થાય એટલે મનગમતા શેપ માં કટ કરી લેવા.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes