ચીઝી વર્મિસિલી મેગી(Cheesy vermicelli Maggie recipe in gujarati)

Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411

ચીઝી વર્મિસિલી મેગી(Cheesy vermicelli Maggie recipe in gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 minutes
2 સર્વિંગ્સ
  1. 2 કપવર્મેસેલી સેવ
  2. 3 કપપાણી
  3. 1/2 કપગાજર
  4. 1/2 કપવટાણા
  5. 1/2 કપકોર્ન
  6. 1મિડિયમ ડુંગળી
  7. 1/4 કપબારીક સમારેલા ગ્રીન બેલ પેપર
  8. 1 કપમોઝરેલા ચીઝ (કોઈ પણ ચીઝ લઇ શકો છો)
  9. 1 કપદૂધ
  10. 2 મોટી ચમચી ઘઊં નો લોટ (મેંદો પણ લઈ શકો છો)
  11. 2 ચમચી ઓલિવ ઓઈલ
  12. 1/2 ટીસ્પૂનબટર
  13. મીઠું સ્વાદ મુજબ
  14. 2 ચમચી મરી પાઉડર
  15. 1 ટીસ્પૂનઓરેગાનો
  16. 1 ટીસ્પૂનચિલી ફ્લેક્સ
  17. 1/2 કપઓલિવ

રાંધવાની સૂચનાઓ

15 minutes
  1. 1

    એક વાસણમાં પાણી લઇને તેમાં મીઠું અને ઓલિવ ઓઇલ નાખી ગરમ કરવા મૂકો. પાણી ઉકળવા લાગે પછી તેમાં કટ કરેલા ગાજર, વટાણા અને કોર્ન નાખો. ત્યારબાદ તેમાં વર્મેસેલી સેવ નાખી 5 થી 7 મિનિટ સુધી થવા દો.

  2. 2

    બીજા એક વાસણમાં ઓલિવ ઓઈલ અને બટર ગરમ કરી તેમાં ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. ત્યાર બાદ લસણ અને ગ્રીન બેલ પેપર નાખી સાંતળો.

  3. 3

    ત્યાર બાદ તેમાં ઘઊં નો લોટ નાખી 2 મિનિટ સુધી શેકો. ત્યારબાદ તેમાં ધીરેધીરે દુધ નાખી હલાવતા રહો જેથી તેમાં ગઠ્ઠા ના પડે.

  4. 4

    ત્યાર બાદ તેમાં મરી પાઉડર, ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉમેરી હલવો.પછી તેમાં ચીઝ નાખી હલાવો.

  5. 5

    ચીઝ ઓગળી જાય ત્યાં સુધીમાં બાફેલી વર્મેસેલી ને કાણા વાળા વાસણમાં કાઢી ઠંડુ પાણી રેડી દો અને ઓઈલ નાખી હલાવી દો.જેથી એક બીજા જોડે ચોંટે ના.

  6. 6

    ચીઝ ઓગળી જાય પછી તેમાં વર્મેસેલી સેવ નાખી બરાબર મિક્સ કરી લો.અને ઓલિવ નાખી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaidehi J Shah
Vaidehi J Shah @Khrishu_1411
પર

Similar Recipes