રીંગણ નો ઓરો(Ringan no oro recipe in gujarati)

padma vaghela
padma vaghela @padma1974
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
2 લોકો
  1. 2 નંગરીંગણા
  2. ૩ નંગઝીણી સમારેલી લીલી ડુંગળી
  3. 2-3કળી ઝીણું સમારેલું લસણ
  4. સ્વાદ અનુસારનમક
  5. 1 ચમચીચટણી
  6. 1બારીક સમારેલું ટમેટું
  7. ચપટીહિંગ
  8. 1/2 ચમચી રાઈ
  9. 1/2 ચમચીજીરૂ
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. ચપટીહળદર
  12. સમારેલી ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગ્રીન રીંગણાને શેકી લો.ત્યારબાદ તેની ઉપરની છાલ કાઢી લો અને તેના બારીક સમારી લો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો.તેમાં ઉપર દર્શાવેલ છે તે માપ મુજબ રાઈ,જીરું, હિંગ ઉમેરો. થોડીવાર પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરો તેને સાંતળો અને બેથી ત્રણ મિનિટ પછી તેમાં સમારેલા ટામેટા અને સમારેલું લસણ ઉમેરો અને તેને થોડીવાર સાંતળવા દો.

  3. 3

    થોડીવાર પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરો તેને સાંતળો અને બેથી ત્રણ મિનિટ પછી તેમાં સમારેલા ટામેટા અને સમારેલું લસણ ઉમેરો અને તેને થોડીવાર સાંતળવા દો અને પછી ત્યારબાદ તેમાં સમારેલો ઓરો ઉમેરો અને ઉપર દર્શાવ્યા માપ મુજબ તેમાં,મીઠું,ચટણી,ધાણાજીરું, હળદર વગેરે ઉમેરો અને ત્રણથી ચાર મિનિટ સુધી તેને ગેસ ઉપર પાકવા દો

  4. 4

    ત્યારબાદ તે થઈ જાય એટલે ગેસ બંધ કરી અને તેના ઉપર સમારેલી ધાણાભાજી ઉમેરો અને તેને રોટલા ચટણી અને છાશની સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
padma vaghela
padma vaghela @padma1974
પર

ટિપ્પણીઓ

Similar Recipes