હેલ્ધી વેજ જ્યુસ (Healthy Veg Juice Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

#GA4
#week11
#Amla
આમ જોઈએ તો શિયાળાની ઋતુ તંદુરસ્તીની ચાવી કહી શકાય. હવે શિયાળુ શાકભાજી બજારમાં આવવા શરૂ થઈ ગયા છે. ત્યારે વિવિધ શાકભાજી અને ફળોના ઉપયોગ કરી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકાય તથા આખું વર્ષ તંદુરસ્ત રહી શકાય. આજે હું શેર કરી રહી છું હેલ્ધી વેજીટેબલ્સ જ્યુસની રેસીપી. આ જ્યુસ સવારે લેવાથી શરીરને ઊર્જા મળે છે, શિયાળામાં નિયમિત આ જ્યુસ લેવાથી પાચનતંત્ર મજબૂત બને છે, સ્કિનમાં નેચરલ ગ્લો આવે છે. આ સિવાય પણ ઘણા બધા ફાયદા છે. કોઈપણ એક્સ્ટ્રા મીઠાશ કે મસાલા ઉમેર્યા વગર પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7 મિનિટ
2 સર્વિંગ
  1. 2 નંગ આમળાં
  2. 1/2 કપ બિટ (સમારેલું)
  3. 2 નંગ ગાજર
  4. 1 કપદૂધી (સમારેલું)
  5. 15-20 પત્તાપાલક
  6. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

5-7 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ બધા શાકભાજી ને સારી રીતે ધોઈ લેવા. ગાજર, દૂધી અને બિટની છાલ ઉતારી લેવી.

  3. 3

    હવે એક વાસણમાં પાણી લેવું, તેમાં દૂધી, ગાજર, આમળાં અને બીટ ને મિડિયમ સાઈઝના સમારી લેવા. તેમાં પાલકના પાન એડ કરવા.

  4. 4

    હવે જયુસર જારમાં સમારેલા આ મિક્સ શાકભાજી બધું પાણી નીતારી ને જારમાં લેવા. 1 કપ પાણી એડ કરી પીસી લેવું.

  5. 5

    એક મલમલના કપડાંમાં લઈ એક વાસણમાં ગાળી લેવું.

  6. 6

    જ્યુસ તૈયાર છે. બનાવી ને તરત જ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes