ગુંદર ના લાડું (gundar na ladoo recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#MW1
એનર્જી લાડું જે પૂરાં ફેમિલી ને કામ આવશે.ગુંદર ની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કફ,કોલ્ડ માટે અને તેનાથી ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે. અહીં શુગર ફ્રી લાડુ બનાવ્યા છે.જેમાં ખજૂર અને કિસમીસ નો ઉપયોગ કરીને બનાવેલું ખુબ જ હેલ્ધી અને પૌષ્ટિક પણ એટલું જ છે.

ગુંદર ના લાડું (gundar na ladoo recipe in Gujarati)

#MW1
એનર્જી લાડું જે પૂરાં ફેમિલી ને કામ આવશે.ગુંદર ની તાસીર ગરમ હોય છે. જેથી શિયાળામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.કફ,કોલ્ડ માટે અને તેનાથી ઈમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે. અહીં શુગર ફ્રી લાડુ બનાવ્યા છે.જેમાં ખજૂર અને કિસમીસ નો ઉપયોગ કરીને બનાવેલું ખુબ જ હેલ્ધી અને પૌષ્ટિક પણ એટલું જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1વાટકો બાવળ નો ગુંદર
  2. 250 ગ્રામગીર ગાય નું ઘી
  3. 1 વાટકી નાચણી નો લોટ
  4. 1 વાટકીમખ્ખના
  5. 18-20 નંગમમરો બદામ
  6. 14-15 નંગપિસ્તા
  7. 12-15 નંગકાજુ
  8. 1 ચમચીપીપરીમૂળ (ગંઠોડા) પાઉડર
  9. 1 નાની ચમચીસૂંઠ પાઉડર
  10. 1 નાની ચમચીસફેદ મૂસળી પાઉડર
  11. 4 ચમચીકિસમીસ
  12. 12-15 નંગખજૂર
  13. 3 ચમચીખસખસ
  14. 3 ચમચીસૂકું કોપરું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગુંદર ના નાનાં પીસ કરો.પેન માં ખસખસ ધીમાં તાપે શેકી લો.તેને પ્લેટ માં લઈ તેમાં ફરી સૂકું કોપરું ધીમાં તાપે શેકી લો.

  2. 2

    એક જ પેન માં વારાફરતી એક ચમચી ઘી લઈને તેમાં એક પછી એક સૂકા મેવા શેકતા જવું અને પ્લેટ માં લઈ લેવા. તેમાં જ કિસમીસ..પછી કાજુ, પિસ્તા, બદામ...મખ્ખના ધીમાં તાપે શેકી લો.

  3. 3

    5 ચમચી જેટલું ઘી ઉમેરી ગુંદર તળવો...પોપકોર્ન ની જેમ ફૂલી જશે. ઘી ની જરૂર પડે તો ફરી થી ઉમેરી થોડો થોડો ગુંદર તળી લો...બાદ ખજૂર ના ઠળીયા કાઢી નરમ પડે ત્યાં સુધી ઘી માં શેકવો...ફરી તેમાં 4-5 ચમચી ઘી મૂકી નાચણી નો લોટ શેકવો..બાદ પીપરીમૂળ નો પાઉડર, સફેદ મુસળી અને સૂંઠ પાઉડર નાખી મિક્સ કરો.ગેસ બંધ કરી દો.

  4. 4

    ગ્રાઈન્ડર માં સૌપ્રથમ ખજૂર અને કિસમીસ ક્રશ કરી લો..કારણ કે, ચીકણું થઈ જશે. બાદ બદામ, કાજુ અને પિસ્તા ક્રશ કરો...ગ્રાઈન્ડર ચોખ્ખું થઈ જશે.

  5. 5

    બાદ મખ્ખના પીસી લો..ગુંદર નો વાટકા ની મદદ થી ભૂકો કરો. શેકેલા લોટ માં વારાફરતી બધું ઉમેરી મિક્સ કરો..

  6. 6

    જરૂર પડે તો 1 ચમચી જેટલું ઘી ઉમેરી હાથે મિક્સ કરી લાડુ દબાવી વાળવા.. શેકેલા કોપરું અને ખસખસ માં રગદોળવા.

  7. 7

    ગોળ અને ખાંડ ની બદલે કિસમીસ અને ખજૂર નો ઉપયોગ કરીને બનાવેલું છે જે સ્વાદ માં પરફેક્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes