ગુંદરપાક (Gundar Pak recipe in Gujarati)

Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916

#MW1

# ઈમ્યૂનિટી રેસિપી

ગુંદર પાક ખૂબ જ હેલ્થી અને ભરપૂર ઈમ્યૂનિટી નો સ્ત્રોત છે.

શિયાળા માં તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે...

ગુંદરપાક (Gundar Pak recipe in Gujarati)

#MW1

# ઈમ્યૂનિટી રેસિપી

ગુંદર પાક ખૂબ જ હેલ્થી અને ભરપૂર ઈમ્યૂનિટી નો સ્ત્રોત છે.

શિયાળા માં તો તેને ખાવાની ખૂબ જ મજા આવે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1 વાટકીબાવળ નો ગુંદર
  2. 1 લિટરદૂધ
  3. 3 ચમચા ઘી
  4. પા વાટકી ખાંડ
  5. 2 ચમચીસૂંઠ નો પાઉડર
  6. 1 ચમચીગંઠોડા નો પાઉડર
  7. 50 ગ્રામમાવો
  8. 7-8 નંગબદામ
  9. ગાર્નીસિંગ માટે :
  10. કાજુ
  11. બદામ
  12. ગુંદર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 પેન માં ઘી ગરમ મૂકી તેમાં ગુંદર તળવો. ગુંદર તળાઈ ગયા પછી તેને 1 પ્લેટ માં કાઢી લો.

  2. 2

    હવે તે જ પેન માં દૂધ નાખી હલાવો, દૂધ ઉકળે પછી તેમાં ખાંડ નાખી દૂધ ને એકદમ ઘટ્ટ થવા દો.

  3. 3

    ત્યારબાદ તેમાં ગુંદર, માવો, સૂંઠ અને ગંઠોડા નો પાઉડર નાખી તેને બરાબર હલાવો.

  4. 4

    હવે તેમાં બદામ નો ભૂકો પણ એડ કરી બરાબર મિક્સ કરો.

  5. 5

    પછી તેને એક થાળી માં ઘી લગાવી તેમાં પાથરી દો.

  6. 6

    તેને ગુંદર તથા બદામ વડે ગાર્નીસ કરો.

  7. 7

    ઠંડુ થયા બાદ તેના પીસ પાડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ruchi Kothari
Ruchi Kothari @cook_26177916
પર

Similar Recipes