રાબ(Rab recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#MW1
શિયાળા એ પોતાના આગમન ની છડી પોકારી દીધી છે. વાતાવરણ માં ગુલાબી ઠંડી ની અસર દેખાઈ છે. આપણા રસોડા વિવિધ શિયાળુ વાનગી થી મહેકવા લાગે છે.
રાબ એ બહુ પ્રચલિત, સ્વાસ્થ્યપ્રદ શિયાળુ પીણું છે જે શરદી માટે પણ લાભદાયી છે. વિવિધ લોટ થી બનતી રાબ , ગૂંદ થી પણ બને છે.
આજે હું અહી ઘઉં ના લોટ ની અજમાં વાળી રાબ પ્રસ્તુત કરું છું.

ગરમાગરમ રાબ આપણા શરીર ને અંદર થી પણ ગરમી આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 4ચમચા ઘી
  2. 2ચમચા ઘઉં નો લોટ
  3. 1ચમચો અજમો
  4. 1ચમચો સૂંઠ પાઉડર
  5. 1ચમચો ગંઠોડા પાઉડર
  6. 1/4 કપઅથવા સ્વાદાનુસાર ગોળ
  7. 1ચમચો બદામ ની કતરણ (વૈકલ્પિક)

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઘી ગરમ મૂકી અજમો અને બન્ને મસાલા નાખી એક બે સેકન્ડ સેકો.

  2. 2

    પછી ઘઉં નો લોટ ઉમેરી 1-2 મિનિટ સેકો.

  3. 3

    4 કપ જેટલું પાણી નાખો અને હલાવતા રહો.

  4. 4

    હવે ગોળ નાખો અને 4-5 મિનિટ ઉકળવા દો.

  5. 5

    આંચ બન્ધ કરો. બદામ ઉમેરો અને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes