લીલી ડુંગળીના પકોડા(Lili dungli na pakoda recipe in Gujarati)

Deval Dave
Deval Dave @Deval_1510

લીલી ડુંગળીના પકોડા(Lili dungli na pakoda recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 50 ગ્રામલીલી ડુંગળી
  2. 2 નંગલીલા મરચાં
  3. 2કળી લીલુ લસણ
  4. 100 ગ્રામચણાનો લોટ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીલાલ મરચું
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીધાણા જીરુ
  9. 1 ચમચીખાંડ
  10. 1 ચમચીદહીં
  11. 1/2 કપપાણી
  12. 2 ચમચીગરમ તેલ
  13. ચપટીસાજીના ફૂલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલી ડુંગળી ને ધોઇ ને તેને ઝીણી સમારી લો. ત્યાર પછી એક વાડકામાં ચણાનો લોટ લો.

  2. 2

    તેમાં સમારેલી લીલી ડુંગળી, લીલા મરચાં, લીલું લસણ, મીઠું, હળદર, ધાણા જીરુ, લાલ મરચું, ખાંડ, દહીં, સાજીના ફૂલ, પાણી અને ગરમ તેલ નાખી ને ખીરું તૈયાર કરો.

  3. 3

    ત્યારબાદ એક કઢાઈ લો અને તેલ ગરમ કરવા માટે મુકો. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી ખીરા ને તેલ માં નાખીને તેને તળી ને પકોડા તૈયાર કરો.

  4. 4

    ત્યારબાદ પકોડાને સોસ, લીલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval Dave
Deval Dave @Deval_1510
પર

Similar Recipes