ખાટ્ટા ઢોકળા(Dhokla recipe in Gujarati)

Rachana Shah
Rachana Shah @Rachana1985
Nadiad

ઢોકળા એ તો ગુજરાતીઓની પહેચાન છે ગુજરાતી કોઇબી જગ્યાએ જાય અને ઢોકળા જોવે તો ખાધા વિના ન રહે
ઢોકળા મારા ઘરમાં પણ બધાના ફેવરિટ છે
ઢોકળા ગરમ ગરમ ખાઇએ એ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તેની ઉપર સીંગતેલ અને ઉપર ભભરાવેલા લાલ મરચું પાઉડર બસ આ બે વસ્તુ મળી જાય તો ઢોકળાને સાથે કોઈ વસ્તુની જરૂર ના પડે તેમજ ખુબ જ સરસ લાગે છે
મારા ઘરે ઢોકળાનો લોટ અમે તૈયાર કરાવીને રાખીએ છીએ એટલે જ્યારે જરૂર પડે ત્યારે ગરમ પાણી અને ખાટું દહીં નાખી બે કલાક પલાડી એ એટલે ખીરું તૈયાર થઈ જાય અને ઉતાવળ હોય તો ઇનો એડ કરીને ઇન્સ્ટન્ટ ઢોકળા પણ તૈયાર થઈ જાયતેના માટે ત્રણ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ એ રીતે પ્રમાણે લઈ અને બનાવીને રાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 વાટકીઢોકળા નો લોટ
  2. 1 વાટકીખાટું દહીં મોળું ના ચાલે
  3. લોટ પલાળવા માટે હુંફાળું ગરમ પાણી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. નાની બે ચમચી ખારો
  6. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  7. ઉપરથી લગાવવા માટે સીંગતેલ જરૂરિયાત મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેં આજે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે એટલે તેમાં ખારાની બદલી ઇનો વાપરેલ છે. ઉપર જણાવ્યા મુજબ ખીરુ તૈયાર કરો.

  2. 2

    ઢોકળિયામાં પાણી ગરમ મૂકી ઢોકળાની થાળીમાં તેલ લગાવી બેટર ઉમેરો.

  3. 3

    ઉપરથી લાલ મરચું ભભરાવી ઢાંકી દો પાંચ-સાત મિનિટ થવા દો

  4. 4

    તૈયાર થાય એટલે મનપસંદ આકારમાં કાપી લો ઉપરથી સીંગતેલ લગાવી અને ગરમ ગરમ સર્વ કર ઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rachana Shah
Rachana Shah @Rachana1985
પર
Nadiad
I love to Cook....I like to Cook different types of recepieI always try new causing recipei never become tired..to Cook.
વધુ વાંચો

Similar Recipes