ગટ્ટા કઢી(Gatta Kadhi Recipe in Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#GA4
#Week 12

આ રેસિપી હું અમારા ઓફિસિયલ ફ્રેન્ડના વાઈફ પાસેથી શીખી છું,જેઓ યુપીના છે. યુપી તરફ મહાશિવરાત્રીના આગલા દિવસે ભોલે કી રોટી નામના ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેમાં આ પ્રકારની ગટ્ટે કી કઢી નો ભોગ ધરાવવામાં આવે છે. તો આજે બેસન નો ઉપયોગ કરી અને મેં પણ બનાવી...ખૂબ જ ટેસ્ટી અને બહુ જ સરસ બની.

ગટ્ટા કઢી(Gatta Kadhi Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week 12

આ રેસિપી હું અમારા ઓફિસિયલ ફ્રેન્ડના વાઈફ પાસેથી શીખી છું,જેઓ યુપીના છે. યુપી તરફ મહાશિવરાત્રીના આગલા દિવસે ભોલે કી રોટી નામના ભંડારાનું આયોજન કરવામાં આવે છે જેમાં આ પ્રકારની ગટ્ટે કી કઢી નો ભોગ ધરાવવામાં આવે છે. તો આજે બેસન નો ઉપયોગ કરી અને મેં પણ બનાવી...ખૂબ જ ટેસ્ટી અને બહુ જ સરસ બની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
૪ વ્યક્તિ
  1. 1-1/2 કપચણાનો લોટ
  2. 1 કપખાટું દહીં
  3. 2 ચમચીવાટેલા આદુ-મરચાં(મરચાં તીખા લેવા)
  4. રોજિંદા મસાલા:હળદર મરચું ધાણાજીરૂ જીરુ હિંગ શેકેલો જીરાનો પાઉડર
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. 2 નંગસુકા લાલ મરચા
  7. સ્વાદ અનુસારમીઠું
  8. તળવા માટે તેલ
  9. વઘાર કરવા માટે બે ચમચી ઘી
  10. ગાર્નીશિંગ માટે બેથી ત્રણ ચમચી ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 1 કપ ચણાનો લોટ લઇ તેમાં થોડું થોડું પાણી ઉમેરી એકદમ ફીણો,એકદમ નાના નાના ફુલવડા પાડી શકીએ તેવું ટેક્ષચર રાખવું.ચણાના લોટનો સહેજ કલર બદલાય ત્યાં સુધી એકદમ ફિણતા રહેવું.(લોટ બરાબર ફીણાયો છે કે નહીં તે ચકાસવા માટે એક નાની વાટકીમાં પાણી ભરી તેમાં ટીપુ મૂકવું જો તે તળિયે બેસી જાય તો વધુ ફિણવું પડશે અને જો ટીપુ તરે તો સમજવું કે ખીરુ બરાબર ફિણાઈ ગયુ.)

  2. 2

    હવે તેલ ગરમ મૂકી તૈયાર કરેલા ખીરામાંથી નાના નાના ફુલવડા પાડી ગોલ્ડન રંગ ના તળી લો.એક વાસણમાં થોડું પાણી લઈ તેમાં મીઠું ઓગાળી ફુલવડા ને તે પાણીમાં થોડીવાર ડૂબાડી દો.

  3. 3

    હવે એક તપેલીમાં બાકી રહેલ અડધો કપ ચણાનો લોટ લઇ થોડું પાણી ઉમેરી ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરો,પછી તેમાં દહીં ઉમેરી બરાબર એકરસ કરો

  4. 4

    હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં જીરુ, હિંગ,મરચું, હળદર,ધાણાજીરૂ,આદુમરચાની પેસ્ટ ઉમેરી તૈયાર કરેલ કઢી નું મિશ્રણ ઉમેરો.તેમાં સ્વાદઅનુસાર મીઠું ઉમેરી સતત હલાવતા ૩૦ મિનીટ સુધી પકાવો.

  5. 5

    કઢી બરાબર ઉકળીને પાકી જાય એટલે તેમાં પાણી નિતારીને ફૂલવડી ઉમેરી, ઉપર ઘી અને સુકા મરચા નો વઘાર રેડો અને ઉપર ગરમ મસાલો, શેકેલું જીરું નો પાઉડર અને કોથમીરથી ગાર્નીશ કરો.અને ગરમા ગરમ ગટ્ટાકઢીને પરોઠા અને ભાત સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes