સાઉથ ની સોડમ- રસમ(Rasam recipe in Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

મારા પતિ તથા બાળકો ને દક્ષિણ ભારતીય વાનગીઓ ખૂબ જ પસંદ છે તેથી આ સ્વાદિષ્ટ રેસપી તમારી સાથે શેર કરું છું.
#GA4
#week12

સાઉથ ની સોડમ- રસમ(Rasam recipe in Gujarati)

મારા પતિ તથા બાળકો ને દક્ષિણ ભારતીય વાનગીઓ ખૂબ જ પસંદ છે તેથી આ સ્વાદિષ્ટ રેસપી તમારી સાથે શેર કરું છું.
#GA4
#week12

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૫ વ્યક્તિ માટે
  1. ૫-૬ નંગ ટામેટા,૧ તજ નો ટુકડો,૨ લવિંગ,૧ તમાલપત્ર
  2. આંબલી ગોળ ની પેસ્ટ
  3. ૨૦૦ મિલિ પાણી
  4. સ્વાદાનુસાર મીઠું
  5. રસમ પાઉડર માટે
  6. ૧ ચમચીધાણા,૧ ચમચી જીરૂ,૧ ચમચી સૂકી મેથી,૧ ચમચી રાઇ,
  7. ૧ચમચી તુવેર દાળ,૪-૫ કળી લસણ,૭-૮ લીમડા ના પાન,૪નંગ લાલ સુકા મરચા
  8. ૨ ચમચી વઘાર માટે- તેલ, સમારેલ કાંદા ૨ નંગ, રાઈ-૧ ચમચી,
  9. આદુ લસણની પેસ્ટ ૧ ચમચી,૧ સૂકું લાલ મરચું અને ૫-૬ લીમડા ના પાન
  10. ચમચીઅડદ ની દાળ-૧

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સહુ પ્રથમ ટામેટા ને તજ, લવિંગ અને તમાલપત્ર તેમ જ ૨૦૦ મિલિ પાણી નાખી કૂકર માં ૨ વ્હિસલ કરી બાફી લો

  2. 2

    હવે રસમ પાઉડર બનાવવા માટે ઉપર આપેલ સામગ્રી ને એક પેન માં લઇ કોરી જ શેકી લો અને તેને મિક્સર જારમાં પીસી લો

  3. 3
  4. 4

    આ બની ગયો આપડો રસમ પાઉડર... હવે કૂકર માં થી ટામેટા કાઢી તેની છાલ કાઢી તેને પણ મિક્સર જારમાં પીસી લો

  5. 5

    વઘાર માટે મેં અહીં માટી નું વાસણ લીધું છે જે સાઉથ ઈન્ડિયન રેસિપી માં વપરાય છે. તેમાં ૨ ચમચી તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ મૂકો,તે તતડે એટલે ૧ ચમચી અડદ ની દાળ નાખી, મીઠા લીમડા ના પાન અને સૂકું લાલ મરચું ઉમેરી,સમારેલ કાંદા નાખો અને થોડી વાર હલાવો. ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખી હલાવો. હવે તેમાં અગાઉ થી બનાવેલ ટોમેટો પ્યુરી ઉમેરો... સાથે ગોળ આંબલી ની પેસ્ટ પણ ઉમેરો. ત્યાર બાદ તેમાં અગાઉ થી બનાવેલ રસમ પાઉડર ઉમેરી થોડું ઉકળવા દો.૧૦ મીનીટ ઉકાળ્યા પછી તેને થોડી વાર માટે ઢાંકી ને રાખો.

  6. 6
  7. 7

    આ રીતે થોડી વાર ઢાંકી ને રાખવાથી તેમાં બધા મસાલા ખૂબ સારી રીતે ભળી જાય છે... મેં તેને બની ગયા પછી કોપરા ના ચટણી અને ઈડલી તથા મેંદુવડા સાથે સર્વ કર્યું છે.... આશા છે તમને મારી આ ડીશ પસંદ આવશે... આભાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર

Similar Recipes