રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેસ્ટ બનાવવા માટે
  2. ૧ નંગડુંગળી
  3. ૮-૧૦ કળી લસણ
  4. ૧૫-૨૦ નંગ મરી
  5. ૧/૨ઈચ આદુનો ટુકડો
  6. ૨ નંગલીલા મરચા
  7. ૧/૨ ચમચીજીરૂ
  8. ૭-૮ નંગ લીમડા ના પાન
  9. પાણી જરૂર મુજબ
  10. રસમ બનાવવા માટે
  11. ૪-૫ નંગ છીણેલા ટામેટા
  12. ૧ કપઆમલીનું પાણી
  13. ૧/૪ ચમચીરાઈ
  14. ૧/૪ ચમચીહિંગ
  15. ૮-૧૦ પાન મીઠો લીમડો
  16. ૨ નંગસુકા લાલ મરચા
  17. ૧/૨ વાડકીબાફેલી તુવેરદાળ
  18. ૧/૨ ચમચીલાલ મરચું
  19. ૧ ચમચીધાણાજીરૂ
  20. ૧/૪ ચમચીહળદર
  21. ૧/૨ ચમચીસાંભાર મસાલો
  22. ૨ ચમચીતેલ
  23. ૨ ચમચીલીલા ધાણા
  24. મીઠું સ્વાદાનુસાર
  25. પાણી જરૂર મુજબ
  26. વડા બનાવવા માટે
  27. ૩ વાટકીઅડદની દાળ
  28. મીઠું સ્વાદાનુસાર
  29. ૩/૪ ચમચી જીરૂ
  30. ૭-૮ નંગ ક્રશ કરેલા લીલા મરચા
  31. પાણી જરૂર મુજબ
  32. ૧/૨ ચમચીહિંગ
  33. ૪ ચમચીલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અડદની દાળને બેથી ત્રણવાર ધોઈ પાંચથી છ કલાક માટે પલાળી દો

  2. 2

    હવે પેસ્ટ બનાવવા માટેના ઘટકોને મિક્સર જારમાં લઈ જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો

  3. 3

    છેલ્લા ટામેટા તેમજ આમલીના પાણીમાં મિક્સ કરી ૧૦ મિનીટ માટે સાઈડ માં રાખી દો. ટામેટા કરતી વખતે તેની છાલ ઉપયોગમાં લેવાની નથી.

  4. 4

    રસમ બનાવવા માટે એક પેનમાં તેલ ઉમેરી, રાઈ, હિંગ્ સૂકા લાલ મરચાં તેમજ મીઠો લીમડો ઉમેરો. હવે તેમાં બનાવેલી પેસ્ટ ઉમેરી બરાબર સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટા અને આમલીનું પાણી ઉમેરી તેને બરાબર ઉકળવા દો.

  5. 5

    આ પાણી બરાબર ઉકળે એટલે તેમાં હળદર, મરચું, ધાણાજીરુ, સંભાર મસાલો ઉમેરી ઢાંકણ ઢાંકી ચડવા દો. ત્યારબાદ તેમાં બાફેલી તુવેરની દાળ ઉમેરી, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે ઉકળવા દો. રાસમ પાતળી હોય છે માટે તે પ્રમાણે પાણી ઉમેરવું. બરાબર ચડી જાય એટલે લીલા ધાણા ઉમેરો.

  6. 6

    વડા માટે પલાળેલી અડદની દાળ માંથી બધુ પાણી કાઢી તેને મિક્સરમાં અધકચરી ક્રશ કરી લો, જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. આ દાળને ફલફી થાય અને તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એક જ દિશામાં બરાબર ફેંટી લો. ત્યારબાદ તેમા મીઠું, જીરું, હિંગ, લીલા મરચા અને લીલા ધાણા ઉમેરી ખીરૂં તૈયાર કરો.

  7. 7

    આ ખીરામાંથી મિડિયમ સાઈઝના વડા તળી લો. ગરમાગરમ વડાને રસમ ઉમેરી રસમ વડા નો સ્વાદ માણો.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Unnati Desai
Unnati Desai @unns_cooking
પર

Similar Recipes