લીલી તુવેર ના અપ્પમ (Green Tuver Appam Recipe in Gujarati)

Trupti Mankad
Trupti Mankad @cook_26619568

#GA4 #Week 13

લીલી તુવેર ના અપ્પમ (Green Tuver Appam Recipe in Gujarati)

#GA4 #Week 13

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 જણ માટે
  1. 250 ગ્રામલીલી તુવેર
  2. 100 ગ્રામરવો
  3. 50 ગ્રામચણા નો લોટ
  4. 1 વાટકીદહીં
  5. 1 ચમચીઆદુ-મરચા અધકચરા વાંટેલા
  6. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 1 નંગસિમલા મરચું ઝીણું સમારેલુ
  9. ચપટીહિંગ
  10. 1ચમચો કોથમીર ઝીણી સમારેલી
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. 1 નાની ચમચીખાવા નો સોડા
  13. 1 ચમચીબેકીંગ પાઉડર
  14. 1 ચમચીમરી પાઉડર
  15. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ.પ્રથમ તુવેર ના દાણા ને ગરમ પાણીમાં પાચ મિનીટ રાખી મૂકો.

  2. 2

    પાંચ મિનિટ પછી પાણી કાઢી ચારણી નિતારવા મૂકી મિક્સરમાં અધકચરા વાટી લેવા.

  3. 3

    એક વાસણમાં રવો,ચણા નો લોટ,ડુંગળી,સિમલા મરચું સમારેલુ,મીઠું સ્વાદ પ્રમાણે મરી પાઉડર આદુ-મરચા વાટેલા,હિગ અને કોથમીર નાખી બરોબર ચમચા થી હલાવવું પછી તેમા દહીં નાખી મિક્સ કરવુ. જરૂર મુજબ પાણી ઉમેરી.

  4. 4

    ખીરું તૈયાર કરી તેમા વાટેલા તુવેર નાખી બરોબર મિશ્રણ હલાવવું. હવે તેમા લીંબુનો રસ,સોડા અને બેકીંગ પાઉડર નાખી બરોબર મિક્ષ કરવુ.

  5. 5

    એક નોનસ્ટીક વઘારીયા માં ફરતું તેલ લગાવી તેમાં ચમચા થી ખીરું નાખી. ઉપર પણ તેલ નાખી બે મિનીટ ઢાંકી દો. ધીમે તાપે ગુલાબી રંગ ના બને બાજુ શેકી લો. આ મુજબ બધા અપ્પમ બનાવી લ્યો.

  6. 6

    ગરમાગરમ અપ્પમ લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Trupti Mankad
Trupti Mankad @cook_26619568
પર

Similar Recipes