રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો માટે
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1 કપગોળ
  3. 1 કપદહીં
  4. 1/2 કપતેલ
  5. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  6. 1/4 ચમચીબેકિંગ સોડા
  7. 1/8 ચમચીતજનો પાઉડર
  8. 1 કપડ્રાય ફ્રૂટ (કતરણ)
  9. અન્ય સામગ્રી
  10. બટર પેપર
  11. પ્રિહીટ માટે નમક/રેતી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ, 1 બાઉલમાં ગોળ, તેલ અને દહીં ઉમેરી બરાબર મિક્સ કરવું.

  2. 2

    ગોળ બરાબર ઓગળે અને મિશ્રણમાં ફીણ બને એટલે તેમાં ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને તજનો પાઉડર ચાણી ને ઉમેરવો.

  3. 3

    મિશ્રણમાં બધું બરાબર મિક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી થીક બેટેર બનાવવું.

  4. 4

    થીક બેટર બની જાય એટલે તેમાં ડ્રાય ફ્રૂટ ના કતરણ કરી તેમાં ઉમેરી, બરાબર હલકા હાથે મિક્સ કરવું.

  5. 5

    હવે એક કૂકરમાં નમક/રેતી પાથરી કૂકર ને પ્રિહિટ કરવું.

  6. 6

    હવે કેકના બેટર ને એક મોલ્ડ માં બટર પેપર રાખી ઢાળી દેવું અને ઉપર થી ડ્રાય ફ્રૂટ ની કતરણ પાથરવી.

  7. 7

    5-10 મિનિટ બાદ, કૂકર પ્રિહિટ થાય એટલે મોલ્ડને ધીમેથી કૂકર માં રાખવું. તે કૂકર ને ઢાંકણ થી સિટી કાઢી ઢાંકી દેવું.

  8. 8

    20-25 મિનિટ બાદ, કેકેને ચેક કરી બરાબર બેક થઈ ગયી હોય તો બહાર કાઢી લેવી.

  9. 9

    કેક ને અનમોલ્ડ કરી પ્લેટ માં કાઢી ઠંડી થાય એટલે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes