દોરા કંદ.(Dora Kand Recipe in Gujarati.)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#GA4
#Week14
Yam. Post2
ગુજરાતી ઘરો માં શિયાળો બેસતા વિવિધ વાનગીઓ બને છે.શિયાળામાં રતાળુ ની સીઝન પણ ચાલુ થાય છે.રતાળુ માં થી બનતી વાનગીઓ મારી પહેલી પસંદ છે.રતાળુ ની સુગંધ અને સ્વાદ ખૂબ જ યુનિક છે.
દક્ષિણ ગુજરાત માં રતાળુ માં થી બનતી એક યુનિક વાનગી શેર કરું છું.રતાળુ ની બે કાતરી વચ્ચે મસાલા નું સ્ટફીંગ ભરી સુતર ના દોરા થી વીંટાળી દેવા અને બાફી લેવા.ખાતી વખતે દોરા કાઢી ઉપયોગ કરવો.રતાળુ ની કાતરી બફાઈ ત્યારે રસોડું મહેંકી ઉઠે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ રતાળુ કંદ
  2. ૧/૨ કપ સમારેલી કોથમીર
  3. ૧/૨ કપ સમારેલુ લીલું લસણ
  4. ૧ કપ છીણેલું લીલું નારિયેળ
  5. ૧/૨ કપ ધાણાજીરૂ
  6. ૨ ચમચી લીલા આદુમરચાં
  7. ૨ ચમચી તલ
  8. ૨ ચમચી તેલ
  9. ૧ ચમચી ખાંડ
  10. ૧ ચમચી મીઠું
  11. ૧ ચમચી લીંબુનો રસ
  12. ૧ ચમચી હળદર
  13. ૧ ચમચી કીચનકીંગ મસાલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    રતાળુ ને છોલી સાફ કરી મધ્યમ કાતરી કરી લેવી.એક બાઉલ માં મસાલા ના બધા ઘટકો મિક્સ કરી લેવા.સ્ટફીંગ તૈયાર.

  2. 2

    બે કાતરી વચ્ચે સ્ટફીંગ ભરી તેને સુતર ના દોરા થી વીંટાળી દેવા.તેવી રીતે બધી કાતરી તૈયાર કરવી.

  3. 3

    ઢોકળા ના કૂકરમાં થાળી માં તેલ લગાવી બધી કાતરી મૂકી મધ્યમ તાપે બાફી લો.ખાતી વખતે દોરા કાઢી ઉપયોગ કરવો.લીલી ચટણી સાથે ગરમાગરમ દોરા કંદ ની મઝા લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes