ઇન્સ્ટન્ટ બેસન લાડુું (Instant Besan Laddu Recipe In Gujarati)

khyati rughani
khyati rughani @cook_25414112
ગાંધીધામ

#GA4
#week14

મીઠાઈ એક પરંપરાગત વાનગી છે જેમાં આપણે ઘણા બધા પ્રકારની મીઠાઈ ખાઈએ છીએ પણ લાડુ એક સ્પેશિયલ મિઠાઈ છે.આજે મે બેસન નો ઉપયોગ કરી ઇન્સ્ટન્ટ લાડુ બનાવ્યા છે જે માઇક્રોવેવ માં બનાવ્યા છે.જેનાથી સમય પણ ઘનો બચે છે અને જયારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે તરતજ બનાવી શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
  1. ૨ (૧/૨ કપ)ચણાનો લોટ
  2. ૧કપ ઘી
  3. ૧ (૧/૨ કપ)દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    લાડુ બનાવવા માટે નાં બધા ઘટકો લઈ લઈએ.

  2. 2

    હવે લાડુ બનાવવા માટે એક માઇક્રોવેવપ્રૂફ બાઉલમાં બેસન લઈ તેમાં ઘી ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  3. 3

    ત્યારબાદ a મિશ્રણને માઇક્રોવેવમાં એક એક મિનિટ નાં અંતરે ૪ મિનિટ રાખી લો.એક મિનિટ પછી મિશ્રણ ને હલાવી લેવું અને ફરીથી મૂકવું.

  4. 4

    આ રીતે ૪ મિનિટ સુધી માઇક્રો કરી લેવું પણ તમારે માઇક્રોવેવ નો ઉપયોગ કરતી વખતે તમે લીધેલ લોટ ની માત્રા,અને તમારા માઇક્રોવેવ ના ફંકશન પ્રમાણે સમય રાખવો.હવે આપણે લોટનો કલર જોઈ શકીએ છીએ શેકાઈ ગયેલ દેખાઈ છે.

  5. 5

    હવે લોટ ને એક પ્લેટ માં લઈ તેમાં ખાંડ ઉમેરી લો.અને. સરખું મિક્સ કરી લો.

  6. 6

    હવે આ મિશ્રણ માંથી લાડુ વાડી લઈએ અને બદામથી ગાર્નિશ કરી સર્વ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
khyati rughani
khyati rughani @cook_25414112
પર
ગાંધીધામ

Similar Recipes