ઝિબ્રા કેક (zebra cake Recipe in Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#CCC
ક્રિસ્મસ સ્પેશીયલ ચોકલેટી પ્લેટર

ઝિબ્રા કેક (zebra cake Recipe in Gujarati)

#CCC
ક્રિસ્મસ સ્પેશીયલ ચોકલેટી પ્લેટર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. મોટા ટૂકડા મિલ્ક ચોકલેટ
  2. મોટા ટૂકડા વ્હાઈટ ચોકલેટ
  3. ઓરિયો બિસ્કિટ
  4. ૭-૮ બિસ્કિટ પાર્લેજી
  5. ૨ ચમચીમોટો ટૂકડો બટર (
  6. ૫-૬ ચમચી તાજી મલાઇ
  7. ૧ કપદૂધ
  8. ૨-૩ ચમચી સાકરનો ભુક્કો
  9. ૧ નાની ચમચીબેકિંગ પાઉડર
  10. ૨ ચમચીતેલ
  11. ડેકોરેશન માટે જેમ્સ, ચોકલેટ બોલ્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બન્ને ચોકલેટ ના ટૂકડાઓને ઓવનમાં અથવા ડબલ બોઇલર વડે ગેસ પર ઓગાળી લેવી. ત્યાર બાદ અલગ અલગ આકાર વાળામોલ્ડ માં પાથરવી.

  2. 2

    ત્યારબાદ તેને ફ્રિઝરમાં ૫ થી ૧૦ મિનિટ મુકવી જેથી તે સેટ થઇ જશે.

  3. 3

    બન્ને બિસ્કિટના અલગ અલગ ભુક્કા કરવા. ત્યારબાદ તેમા મલાઈ, દૂધ, સાકરનો ભુક્કો, બટર બેકિંગ સોડા અને ૧ ચમચી તેલ ઉમેરી ખુબ એક દિશામાં ફીણવું. ચમચી થી રેડી શકાય તેવું ઘટ્ટ બેટર બનાવવું.

  4. 4

    ત્યારબાદ ઓવન બાઉલ અથવા કેક ના પાત્રને બટર વડે ગ્રીસ કરી વારા ફરતી બન્ને બેટરની એક એક ચમચી વચ્ચે રેડતાં જવું. જેથી તે લેયર ની જેમ પથરાતી જશે. ત્યારબાદ દર્શાવ્યા પ્રમાણે ટૂથ પીક વડે વચ્ચે થી આંકા પાડવા.

  5. 5

    ત્યાર બાદ તે બાઉલ ને ૨ મિનિટ ઓવન માં મુકવું. જો ઓવન ન હોય તો કુકર કે લોયાં માં મીઠું મુકી તેની વચ્ચે કાંઠા ઉપર કેક ના પાત્ર ને મુકી ઢાંકીને મધ્યમ તાપે ૧૦ થી ૧૫ મિનિટ બેક કરવું. ટૂથપીક થી વચ્ચે સહેજ અડી ટુથપીક કોરી બહાર આવે એટલે કેક તૈયાર થઇ ગઇ એમ કહી શકાય. ૧૦ મિનિટ ઠંડી પડે પછી કેક ને ડીમોલ્ડ કરવી. કેક ને જેમ્સ, ચોકલેટ બોલ્સ અને ઝીણી રંગબેરંગી સેવ સાથે ડેકોરેટ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes