બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)

બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા માટે બધી વસ્તુઓને ભેગી કરી લેવી. હવે ચણાની દાળ અને અડદની દાળને ધીમા તાપે શેકી એક વાસણમાં કાઢી લેવી. પેનમાં આખા ધાણા, જીરું, મેથી, તજ, લવિંગ, મરી, ઇલાયચી, જાવિત્રી ઉમેરીને ધીમા તાપે શેકી લેવું. હવે કરી પત્તા અને ત્યારબાદ મરચાં અલગ અલગ શેકી લેવા. હવે ખસખસ અને કોપરુ શેકી લેવું અને ગેસ બંધ કરી દેવો. તેમાં હિંગ ઉમેરી બધી વસ્તુઓ સાથે ભેગું કરી દેવું. ઠંડી થયેલી વસ્તુઓમાં કાશ્મીરી મરચુ ઉમેરીને બધી વસ્તુઓ નો પાવડર બનાવી લેવો. જરૂરિયાત પૂરતો મસાલો વાપરીને બાકીનો મસાલો ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.
- 2
દાળ અને ચોખાને અલગ અલગ ધોઈ લેવા. હવે ચોખામાં સિંગ દાણા ઉમેરીને તેમાં 2 કપ પાણી અને મીઠું ઉમેરવું. દાળ માં હળદર અને એક કપ પાણી ઉમેરવું. હવે બંને વસ્તુઓને કૂકરમાં બાફી લેવી. મેં બંને વસ્તુઓને સાથે બાફી છે પરંતુ અલગ અલગ પણ બાફી શકાય. બાફેલી દાળને ચમચાની મદદથી બરાબર હલાવી એકરસ કરી લેવી.
- 3
એક વાસણમાં એક કપ પાણી ઉમેરી તેમાં આમલીનો પલ્પ, ગોળ, બીસી બેલે ભાત મસાલો અને મીઠું ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. બધા શાકભાજી કાપીને તૈયાર કરવા.
- 4
એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં કાંદા ઉમેરીને એક મિનીટ માટે મિડિયમ તાપ પર સાંતળવા. હવે તેમાં બીજા બધા શાકભાજી ઉમેરીને મીડીયમ તાપ પર પકાવવું. શાકભાજી લગભગ ચડી જવા આવે ત્યારે તેમાં મસાલા વાળું પાણી ઉમેરીને બધું બરાબર હલાવી લેવું. ઢાંકીને શાકભાજી પકાવી લેવા. શાકભાજી ચડી જાય પરંતુ ક્રન્ચી રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવું.
- 5
હવે તેમાં દાળ અને ભાત ઉમેરી દેવા. બધું બરાબર હલાવી લઈને તેમાં 2 કપ પાણી ઉમેરી ધીમા તાપે 15 મિનીટ માટે પકાવવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. જરૂરિયાત મુજબ પાણી ઉમેરવું કારણ કે ઠંડા પડ્યા પછી ભાત થોડા સખત બની જાય છે જેથી પહેલેથી જ થોડા ઢીલા રાખવા.
- 6
વઘાર માટે ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી. રાઈ ફૂટે એટલે તેમાં કાજુ ઉમેરવા કાજુ હલકા ગુલાબી થાય એટલે તેમાં હિંગ, કરી પત્તા અને આખું મરચું ઉમેરી ને આ વઘારને તૈયાર થયેલા બીસી બેલે ભાત ઉપર રેડી બરાબર હલાવી લેવું.
- 7
બીસી બેલે ભાત દહીં કે રાઈતા અને ચિપ્સ સાથે પીરસવા.
Similar Recipes
-
બીસી બેલે ભાત (Bisi Bele Bath Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીબીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આંબલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
બીસી બેલે ભાત મસાલા (Bisi bele bath masala recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટક રાજ્ય ની એક રાઈસ ડીશ છે જે દાળ અને ચોખા નો ઉપયોગ કરીને અલગ અલગ મસાલા અને શાકભાજી ઉમેરીને બનાવાય છે. આ ડીશ બનાવવા માટે એક ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ મસાલો ખૂબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે અને ખૂબ જ ફલેવરફુલ બને છે. ઘરે બનેલો મસાલો તાજો હોવાથી આ ડીશ ને ખૂબ જ સરસ સ્વાદ અને સુગંધ મળે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
બીસી બેલે ભાત(Bisi Bele Bath Recipe in Gujarati)
#સાઉથ#કર્ણાટક#બેંગ્લોરપોસ્ટ 5 બીસી બેલે ભાતઆ બીસી બેલે ભાતમાં દરેક જણ પોતાના મનગમતા શાકને વધ-ઘટ કરીને બનાવતા હોય છે.કોઈને દાણાવાળા તો કોઈને મિક્સ વધુ ગમે શાક તો એ રીતે બને છે. Mital Bhavsar -
વાંગી ભાત (Vangi bath recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટક રાજ્ય ની રેસીપી છે જેમાં રીંગણ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ભાતમાં સૂકા મસાલાઓને ધીમા તાપે શેકી ને પછી વાટીને ઉમેરવામાં આવે છે જેના લીધે આ ભાત ખૂબ જ ફ્લેવરફુલ બને છે. આમલીનો ઉપયોગ ભાત ને એક અનેરો સ્વાદ આપે છે. રોજબરોજ બનતા પુલાવ કરતા એક અલગ જ પ્રકારનો ભાત છે જે દહીં અને પાપડ સાથે પીરસવા થી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
બિસી બેલે ભાત (Bisi Bele Bhat Recipe In Gujarati)
#CTમારુ મૂળ વતન જામનગર છે પણ અમે ઘણા વર્ષો થી બેંગ્લોર માં રહીએ છીએ. તો અહીં બેંગ્લોર ની ફેમસ વાનગી બિસીબેલેભાત ની રીત જોઈએ.બિસી બેલે ભાત એક પરંપરાગત કન્નડ પ્લેટર છે જે બેંગ્લોર ના લગભગ દરેક ઘરે રાંધવામાં આવે છે. કન્નડમાં, "બિસી" નો અર્થ ગરમ છે, "બેલે" નો અર્થ દાળ અને "ભાત" નો અર્થ ચોખા છે. વાનગીએ તેનું નામ કમાવ્યું, કારણ કે તે ચોખા, દાળ અને શાકભાજીથી તૈયાર થાય છે અને ગરમ થાય છે.તે મોટાભાગે શાકાહારી કન્નડ લોકોમાં ભોજન તરીકે લોકપ્રિય છે કારણ કે આ વાનગી ડુંગળી અને લસણ વિના તૈયાર કરવામાં આવે છે. બીસી બેલે ભાતનો વિશિષ્ટ સ્વાદ વાનગી રાંધતી વખતે નાળિયેર અને ખસખસની ખૂબ સરસ સુગંધ આવે છે.બીસી બેલે ભાત એ ખૂબ સરળ રીતે તૈયાર કરવામાં આવે છે તે નિયમિત દક્ષિણ ભારતીય ભોજન છે અને જો તમારી પાસે બીસી બેલે ભાત પાઉડર હોય તો તમે ખૂબ જ ઓછી સામગ્રી સાથે આ મોં માં પાણી આવે તેવી વાનગી તૈયાર કરી શકો છો. આ વાનગીમાં વધુ પોષણ ઉમેરવા માટે તમે થોડી તાજી શાકભાજી અને દાળ ઉમેરી શકો છો અને તેને તમારા બાળકના ટિફિન અથવા લંચ માટે તૈયાર કરી શકો છો. તમારા બિસી બેલે ભાત બનાવવા માટે તમે તેને રાયતા, પાપડ, અથાણાં અથવા બુંદીથી પીરસો.બેંગ્લોર માં બહુવિધ સ્થળોએ ફેલાયેલ છે MTR (માવલ્લી ટિફિન રૂમ) કદાચ શહેરમાં શ્રેષ્ઠ બિસી બેલ ભાત બનાવે છે. હકીકતમાં, તે તેમની ફેમસ વાનગીઓમાંની એક છે. MTR ના રેડી ટુ કૂક ના પેકેટ અને આ ભાતનો તૈયાર મસાલો પણ ફેમસ છે.ભારતના દક્ષિણ રાજ્ય કર્ણાટકની બીજી કોઈ વાનગી બિસી બેલ બાથની ખ્યાતિને ટક્કર આપી શકે નહીં.લોકપ્રિય માન્યતા અનુસાર, બીસી બેલ ભાત મૈસુરના શાહી રસોડામાં 'શોધ' કરાઈ હતી. Chhatbarshweta -
Bisi Bele bath(બીસી બેલે બાથ)
#goldenapron2# karnatak#રાઈસબીસી બેલે બાત કનાર્ટક ની ટ્રેડીશીનલ રેસીપી છે,જે ભાત /રાઇસ મા થી બને છે વેજીટેબલ અને બીસી બેલા મસાલા થી તૈયાર થાય છે Saroj Shah -
-
-
-
બીસી બેલે ભાત નો મસાલો (Bisi Bele Bath Masala Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીબીસી બેલે ભાત એ કર્ણાટક ની ફેવમસ ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જેનો સ્પેશિયલ મસાલો આજે ઘરે બનાવશું.. માર્કેટ માં તો મળે જ છે અને તમે ઓનલાઇન પણ મગાવી શકો છો. પરંતુ આ રેસીપી માં જો ફ્રેશ મસાલો વાપરશું તો તેનો ક્રંચ, સોડમ અને સ્વાદ લાજવાબ લાગશે અને વારંવાર બનાવવાની ડીમાન્ડ આવશે.. તો ચાલો બનાવીએ મસાલો.. Dr. Pushpa Dixit -
બીસી બેલે હુલી આના (Bisi Bele Huli Aana Recipe In Gujarati)
#AM2#cookpadgujarati#cookpadindiaભાત-ખીચડી એ ભારતીય ભોજન નું એક મહત્વ નું અંગ છે. બીસી બેલે હુલી આના કે બીસી બેલે ભાથ એ કર્ણાટક રાજ્ય ની પરંપરાગત, તીખી તમતમતી, સ્વાદ સભર એક ભાત ની વાનગી છે. જેમાં ભાત સાથે, તુવેર દાળ અને ભરપૂર શાકભાજી નો સમાવેશ થાય છે જે વેજીટેબલ ખીચડી નું એક રૂપ કહી શકાય. પરંતુ આ વ્યંજન નું મુખ્ય પાસું તેનો ખાસ બીસી બેલે ભાથ મસાલો છે જે આ વ્યંજનને એક ખાસ અને અનેરો સ્વાદ આપે છે. બીસી બેલે ભાથ ને કોઈ પણ સમય ના ભોજન માં સમાવેશ કરી શકાય છે.કન્નડ ભાષામાં બીસી એટલે ગરમ/તીખું, બેલે એટલે દાળ, હુલી એટલે ખાટું અને આના એટલે ચોખા/ભાત. આમ એનું નામ બીસી બેલે હુલી આના છે. Deepa Rupani -
બીસીબેલે બાથ(bisi belle bath recipe in Gujarati)
#સાઉથબીસીબેલે બાથ સાઉથ ની પ્રખ્યાત ડિશ છે દાળ અને ચોખાને એકસાથે આમલી ના પાણી માં બનાવવામાં આવે છે સાથે મનપસંદ શાકભાજી અને મસાલા સાથે આ બાથ ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
સાંભાર (Sambhar recipe in Gujarati)
સાંભાર ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત દક્ષિણ ગુજરાતની ડીશ છે જે ડોસા, ઈડલી, ઉત્તપમ, મેંદુ વડા અથવા તો પ્લેન રાઈસ સાથે પીરસવામાં આવે છે. સાંભાર તુવેર દાળ અને શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આમલી અને સાંભાર મસાલો આવે ડીશ ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે અને સરસ ફ્લેવર આપે છે.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
વાંગી ભાત મસાલા (Vangi bath masala recipe in Gujarati)
વાંગી ભાત કર્ણાટકમાં બનાવવામાં આવતા એક ખૂબ જ ફલેવરફુલ અને સ્વાદિષ્ટ ભાત નો પ્રકાર છે. આ ભાત બનાવવા માટે ખાસ પ્રકારના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આખા મસાલા અને શેકીને વાટવામાં આવે છે. આ મસાલો ઘરે ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ જ સુગંધીદાર બને છે. આ મસાલાને એરટાઈટ બોટલમાં ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
બીસી બેલે ભાત
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : બીસી બેલે ભાતસાઉથ ઇન્ડિયન લોકો તેનાં જમવાના માં રાઈસ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોય છે. રાઈસ માં પણ ઘણી અલગ રેસિપી છે તેમાં ના એક આજે મેં બનાવ્યા. બીસી બેલે ભાથ .રાઈસ બનાવવાની પ્રોસેસ થોડી લાંબી છે તો પહેલા બધી સામગ્રી તૈયાર કરી લેવી . થોડી ધીરજરાખવી . ગુજરાતી કહેવત છે ને કે ઉતાવળે આંબા ન પાકે.રેસિપી ને સ્ટેપ બાય સ્ટેપ બનાવવી . Sonal Modha -
બીસી બેલે બાથ(Bisi bele bath recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૫સાઉથ ઈન્ડિયન ટ્રેડીશનલ લેન્ટીસ રાઈસ જે બહુ જ ફેમસ અને સ્વાદીષ્ટ, સ્પાઈસી ભાત છે. ખૂબજ હેલ્ધી અને ન્યુટ્રીશનલ થી ભરપૂર છે. Avani Suba -
-
બીસી બેલે રાઈસ મસાલા (Bisi Bele Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRબીસી બેલે રાઈસ મસાલા (ST) Sneha Patel -
જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati)
#AM2#રાઈસભાત આપડે normaly દાળ, કઠોળ જોડે અથવા પુલાવ કે ખીચડી માં વધુ use કરીયે છે... પણ એકસરખા સ્વાદ માં થોડો change માટે ભાત ની આ recipe મારી favourite છે... જેમને south indian taste પસંદ હોઈ તેમને આ south indian recipe sure ગમશે... Vidhi Mehul Shah -
બીસી બેલે ભાત (Bisi Bele Bath recipe in Gujarati)
આ દક્ષિણ ભારત નો ફેમસ સંભાર રાઈસ, સન્ડે ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. આમાં ધણી વાર સવારનો વધેલો સંભાર વાપરવામાં આવે છે.મેં પણ એજ વાપરવામાં લીધો છે. વધેલા સંભાર માં થી બેસ્ટ વાનગી બનાવાની ટ્રાય કરી છે. #RC2#Wk 2 Bina Samir Telivala -
વાંગી ભાત (Vangi Bhat Recipe In Gujarati)
#SR#Cookpadgujaratiદક્ષિણ ભારતના famous વાંગી ભાત બનાવ્યા છે સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
બીસી બેલે ભાત
આ અેક સાઉથ ઇન્ડિયન વાનગી છે,જેની સાથે દાલ કે કરી ની પણ જરૂર નથી પડતી.#ચોખાHeena Kataria
-
બીસી બેલે બાથ પાઉડર (Bisi Bele Bath Powder Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiબીસી બેલે બાથ Ketki Dave -
અવિયલ (Avial Recipe In Gujarati)
અવિયલ એ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ માં બનાવવામાં આવતું મિક્સ વેજીટેબલ છે. આ કરી અલગ અલગ પ્રકારના શાકભાજી, નારિયેળ અને થોડા મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. આ એ ખૂબ જ સરળ અને ફ્લેવરફુલ ડીશ છે જે ભાત અને સાંભાર સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#ATW3#TheChefStory#Cookpadindia#cookpad_gu spicequeen -
કોલ્લુ પોડી /કળથી ની સૂકી ચટણી (Kollu podi recipe in Gujarati)
કોલ્લુ પોડી એ કળથી અને મસાલા માંથી બનતી એક સ્વાદિષ્ટ સૂકી ચટણી છે જે તામિલનાડુ રાજ્ય ની રેસિપી છે. કળથી પોતાના ઔષધીય ગુણો માટે જાણીતું કઠોળ છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે. કળથી નું સેવન આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.કોલ્લુ પોડી ઈડલી અને ઢોસા સાથે ખાવામાં આવે છે. ગરમ ભાતમાં ઘી સાથે ઉમેરીને પણ એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સૂકી ચટણી કોપરાનાં તેલમાં મિક્સ કરીને પણ ખાવામાં આવે છે.#india2020#post5 spicequeen -
દૂધી ચણા ની દાળનું શાક અને ભાત(dudhi chana daal and rice recipe
#સુપરશેફ4#રાઈસ_ભાત#week4પોસ્ટ - 21 આ શાક વર્ષો થી બનતું અને ગુજરાતીઓ માં લોકપ્રિય શાક છે પચવામાં હળવું...બાળકોને અને વડીલોને સુપાચ્ય અને ગુણકારી...પ્રોટીન થી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ બને છે...આગળ પડતા મસાલા અને ગળપણ ખટાશ ઉમેરવામાં આવે તો ખૂબ સરસ બને છે....આપણે બનાવીયે....👍 Sudha Banjara Vasani -
હૈદરાબાદી મિર્ચી કા સાલન (Hyderabadi Mirchi ka Salan Recipe In Gujarati)
મિર્ચી કા સાલન ટ્રેડિશનલ હૈદરાબાદી ડીશ છે જે લગ્ન પ્રસંગે કે બીજા મહત્વના પ્રસંગોએ બનાવવામાં આવે છે. આ ડીશ બનાવવા માટે શીંગદાણા, તલ, કોપરા અને બીજા મસાલા ઉમેરીને ગ્રેવી બનાવવામાં આવે છે જેમાં મોટા મોળા મરચાં ઉમેરવામાં આવે છે. આજ રીતે ટામેટા અને રીંગણ વાપરીને પણ સાલન બનાવી શકાય.મિર્ચી કા સાલન હૈદરાબાદી બિરયાની સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.#AM3#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
- નાયલોન પૌંઆ નો ચેવડો (Nylon Poha Chevda Recipe In Gujarati)
- દાલ મખની વિથ જીરા રાઈસ (Dal Makhani Jeera Rice Recipe In Gujarati)
- મોગરી જામફળ સેલેડ (Mogri jamphal salad recipe in Gujarati)
- બટાકા ની સૂકી ભાજી અને પરાઠા (Bataka Suki Bhaji PAratha Recipe In Gujarati)
- બટેટાની સૂકી ભાજી અને પૂરી (Bataka Suki Bhaji Poori Recipe In Gujarati)
ટિપ્પણીઓ (7)