લીલી હળદર નું શાક(Green Haldar Shak Recipe in Gujarti)

Stuti Buch
Stuti Buch @cook_26336652

# January

લીલી હળદર નું શાક(Green Haldar Shak Recipe in Gujarti)

# January

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ જણ
  1. ૨૫૦ ગ્રામ લીલી હળદર
  2. ૨૫૦ ગ્રામ ઘી
  3. ૧/૨ ચમચીજીરું
  4. છીનેલી ડુંગળી
  5. છીનેલુ ટમેટું
  6. ૧ નાની વાટકીલીલા વટાણા (નાખવા હોય તો)
  7. ૧/૨ ચમચીલાલ મરચાનો પાઉડર
  8. ૧/૨ ચમચીહીંગ
  9. ૧ વાટકીફીણેલું દહીં
  10. ૧/૨ ચમચીગરમ મસાલો
  11. ૧૧/૨ ચમચી આદુ મરચા લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    લીલી હળદર છોલી ૫ મિનીટ પાણી માં પલાળી રાખવી. પછી જીણી ખમણી લેવી.

  2. 2

    બીજી તરફ લોયા માં ૨૦૦ ગ્રામ જેટલું ઘી ગરમ મુકવું.. ગરમ થાય એટલે ખમણેલું હળદર ઉમેરવું..

  3. 3

    ૩ મિનીટ જેટલું શેકી પોચી થાય એટલે ડુંગળી ઉમેરવું.. થોડી થાય એટલે ટામેટાં ઉમેરવું.. અને પછી વટાણા જુદા બાફી ઉમેરવા.

  4. 4

    સરખું હલાવી ભેળવવું. બઘો મસાલો ઉમેરી સરખું હલાવી દહીં ઉમેરવું.

  5. 5

    બીજી તરફ વધારીયા માં ૩ ચમચા ઘી ગરમ મુકવું.. તેમાં જીરું, હીંગ, આદુ મરચા લસણ ની પેસ્ટ નો વધાર કરવો....

  6. 6

    સરખું હલાવી સર્વ કરવું.... રોટલા, રોટલી, પરોઠા સાથે સવॅ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes